દેડિયાપાડા હાટમાં હોળીની ખરીદી માટે ગ્રાહકોની ભીડ ઉમટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેડિયાપાડા હાટમાં હોળીની ખરીદી માટે ગ્રાહકોની ભીડ ઉમટી
કપડાં, ખજૂર, કોપરા, હારડા, ગોળ, ધાણી, ચણા, શાકભાજી તથા ઘર સજાવટની વસ્તુઓનું ધૂમ વેચાણ


દેડિયાપાડા તાલુકા મથકે ભરાતા હાટ બજારમાં લોકો હોળીની આખરી ખરીદી માટે ઉમટી પડયાં હતાં. દેડિયાપાડા તથા આસપાસના ગ્રામ્યમાંથી આવેલાં લોકોએ દિવસભર ધુમ ખરીદી કરી હતી.આદિવાસી વિસ્તારનાં લોકો હોળીનો તહેવાર શિવરાત્રિથી લઈ ફાગણ વદ-પ સુધી ઉજવી બાધા આખડી રાખી પવિત્રતા સાથે મનાવતા હોય છે.આદિવાસી સમાજમાં બડવાનું પણ એટલું મહત્વ હોય છે. જેને સ્થાનિક પરિવારમાં ગોસાઈના નામે ઓળખવામાં આવે છે. નોખી માનતા સાથે આ ગોસઈ પવિત્ર પાવની કરતાં હોય સ્ત્રી સ્પર્શથી પણ અળગા રહે છે.

હોળીના આડે બે દિવસ બાકી હોય મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે દેડિયાપાડાના હાટબજારમાં ઉમટી પડયા હતાં. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કપડા, ખજુર, કોપરા, હારડા, ગોળ, ધાણી, ચણા, શાકભાજી સહિ‌તની ઘર સજાવટમાં વપરાતી સાધન સામગ્રી ખરીદીમાં લોકોએ મનમુકીને ખરીદી કરી હતી.હાટબજારમાં આડા દિવસોમાં પાંખી હાજરી જોવા મળતી હોય છે પરંતુ તહેવાર ટાણે આ હાટ બજારમાં કિડીયારૂ ઉભરાઈ છે. હોળીનો છેલ્લો ગુરૂવાર હોવાથી લોકોએ મનભરીને ખરીદી કરી હતી. એસ.ટી.બસની ઘટ વર્તાતી હોવાથી ખાનગી વાહનચાલકોએ પણ ધુમ કમાણી કરી લેતાં તેઓની પણ હોળી સુધરી હોય તેમ ખુશખુશાલ જણાઈ રહ્યાં હતાં. હોળી પર્વનાં હાટબજારને લઈને ચોરી કે કોઈ અન્ય બનાવ ન બને તે માટે દેડિયાપાડાના પી.એસ.આઈ એસ.આઈ.ભાટીને હાટ બજાર ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

વધુ વિગત વાંચવા માટે ફોટા પર ક્લિક કરો....