નાંદોદના રૂંઢ ગામે એક મહિ‌નો ઉજવાતો અનોખો હોળીઉત્સવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નાંદોદના રૂંઢ ગામે એક મહિ‌નો ઉજવાતો અનોખો હોળીઉત્સવ
- એક મહિ‌ના પહેલાથી આખુ ગામ હોળી બનાવવામાં જોતરાઇ જતું હોય છે


નાંદોદ તાલુકાના રૂંઢ ગામે એક મહિ‌ના સુધી હોળીત્સવ અનોખી રીતે જિલ્લામાં ઉજવાય છે. હોળી માતાની એક મહિ‌ના સુધી પુજા કરી શ્રદ્ધાળુઓ પર્વની પરંપરાગત ઉજવણી કરે છે.નર્મદા જિલ્લો ૧૦૦ ટકા આદિવાસી વસતિ ધરાવો જિલ્લો છે જેમનો સૌથી મોટો તહેવાર એટલે કે હોળી અને આ હોળી ધુળેટીને જેઓ આનંદથી માણે છે. હોળીને હજુ પાંચથી વધુ દિવસો બાકી છે છતાં રૂંઢ ગામમાં હોળીની અનોખી પરંપરાગત ઉજવણી થાય છે.

જેમાં મહાસુદ પુનમના દિવસે નાચગાન સાથે આખુ ગામ એકઠું થાય છે. હોલિકા માતાનો સ્થંભ રોપી રોજે રોજ પોતાની માનતા પ્રમાણે આદિવાસીઓ હોળીમાં લાકડાં મુકે છે. એક મહિ‌ના સુધી શ્રદ્ધાળુઓ દ્વારા રોજે રોજ એક
લાકડું હોળીમાં મુકતા મોટી હોળી બને છે. ફાગણ સુદ પુનમે હોળીકા દહન થાય છે. આમ એક મહિ‌ના સુધી હોળી ચાલે આવે છે.