તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઐતિહાસિક કોટની પગદંડી નામશેષ થવાના આરે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઐતિહાસિક કોટની પગદંડી નામશેષ થવાના આરે
- રાજા સિદ્ધરાજ જયસિંહે પૂર અને દુશ્મનોના હુમલાથી બચવા માટે ઐતિહાસિક કોટનું નિર્માણ કર્યું હતુ
- કોટ વિસ્તારની પગદંડી પૂર્વવત બને તેની સાફ સફાઇ થાય તેવી લોકોની માંગણી
- ભરૂચની જાહોજલાલીનું સ્મરણ કરાવતો ઐતિહાસિક કોટ અને પગદંડી મરામતના અભાવે સંભારણું બની જશે


ભરૂચના નર્મદા કિનારે અડીખમ ઉભેલો ઐતિહાસિક કોટ સરકાર અને તંત્રની લાપરવાહીના કારણે વિનાશની કગારે આવીને ઉભો છે. એક સમયે ભવ્ય લાગતા આ કોટની પગદંડી પર ચાલીને ફુરજાથી અખાડા સુધી જઇ શકાતું તે પગદંડી પણ સમયની ઠપાટ વચ્ચે જર્જરિત થઇ ગઇ છે. પગદંડી પર ઝાડી ઝાંખરા ઉગવા ઉપરાંત ઠેક ઠેકાણેથી તૂટી જતાં ઐતિહાસિક કોટની સહેલગાહ કરવાનો એક માર્ગ પણ આજે નામશેષ થવાના આરે છે.

રાજા સિદ્ધરાજ જયસિંહે ભરૂચમાં નર્મદા કિનારા ઉપર પૂર અને દુશ્મનોનાં હુમલાથી બચવા માટે ફુરજા બંદરથી બટુકનાથ વ્યાયામ શાળા સુધીના ઐતિહાસિક કોટનું નિર્માણ કર્યું હતું. જેના પર થોડા થોડા અંતરે કાંગરા બનાવવામાં આવ્યા હતા. કોટને અડીને મોટી પગદંડી બનાવવામાં આવી હતી. જેના દ્વારા કોટને સમાંતર ચાલીને જવાતું હતું.
જોકે, તંત્રની બેદરકારી અને લાપરવાહીના કારણે વર્ષોથી અડીખમ ઉભેલા ઐતિહાસિક કોટના કાંગરાના કાંકરા ખરવાની શરૂઆત થઇ ચૂકી છે. કોટમાં ઠેર ઠેર ગાબડા પડી ચૂકયા છે.

કોટની દિવાલો ફાટીને તેમાંથી પીપળા સહિ‌તના વૃક્ષો ઉગી નીકળ્યાં છે. કોટનો કેટલોક ભાગ લોકોએ ઇરાદાપૂર્વક તોડી પાડયો છે. બીજી બાજુ કોટને સમાંતર બનેલી પગદંડી પણ નામશેષ થવાના આરે છે. પથ્થરો ઉખડી ચૂકયા છે અને આખી પગદંડી ઉપર ઝાડી ઝાંખરાએ કબજો જમાવ્યો છે. એક સમયે મન પ્રફુલ્લિત કરવા કે મોસમની મજા માણવા જેના પર લોકો સવાર સાંજ ટહેલવા નીકળતા તે કોટની પગદંડી પર કોઇ ચાલવા તૈયાર નથી. કદાચ આ પગદંડીને વર્ષોથી કોઇ માણસના પગનો સ્પર્શ પણ થયો નથી.

એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર આપણા ઐતિહાસિક વારસો ગણાય તેવી ઇમારતોને સાચવવાની વાતો કરે છે તેની પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે ત્યારે ભરૂચના ઐતિહાસિક કોટ અને તેની પગદંડીની પણ મરામત થાય તે જરૂરી છે.

ભરૂચ પાલિકા તંત્ર પણ વારંવાર સફાઇ અભિયાનના રાગડા તાણે છે. અનેક સફાઇ અભિયાન આવીને ગયા. પાલિકા પ્રમુખ અને સાંસદ સુધીના નેતાઓ રોડ પર ઝાડુ ફેરવી ફોટા પડાવી સંતોષ માની લે છે કે ભરૂચ સ્વચ્છ થઇ ગયું છે પરંતુ તેનાથી ઐતિહાસિક કોટની પગદંડી કે કોટને સમાંતર વિસ્તારમાં તો એ જ ગંદકી અને ઝાડી ઝાંખરાં આજે પણ એવાને એવા જ છે. કોટ વિસ્તારની પગદંડી પૂર્વવત બને તેની સાફ સફાઇ થાય તે સમયની માંગ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો