• Gujarati News
  • Hindu And Muslim Family Affection Program In Ankleshwar

કાપોદ્રામાં હિ‌ન્દુ અને મુસ્લિમ પરિવારનો સ્નેહ મીલન કાર્યક્રમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કદિરૂદ્દીન પીરઝાદાએ એકતા જાળવવા અને વ્યસન મુકત રહેવા યુવાનોને કરેલો અનુરોધ

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે પરંપરા મુજબ યોજાયેલા કાર્યક્રમમાં હિ‌ન્દુ - મુસ્લિમ એકતાના હિ‌માયતી અને ઘેર ઘેર ગાય પાળોનો સંદેશો આપનાર પીર મોટામીયા કયામુદ્દીન બાવાના પુત્ર પીર કદિરૂદ્દીન પીરઝાદા અને પીર રફિક બાવા તથા અરહમ રફીક બાવાએ હિંદુ - મુસ્લિમ એકતા અને વ્યસન મુકિત માટે લોકોને અનુરોધ કર્યો હતો.

દર વર્ષે લાભપાંચમના દિવસે હિંદુ - મુસ્લિમ આદિવાસી તથા દલીત ભાઇઓ તથા કુટુંબીજનો સાથે એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાય છે. જે પરંપરા મુજબ તા. ૭ મી નવેમ્બરે સાંજે ગામલોકો તથા મુરીદભાઇઓ સાથે એક જુલુસ ગામમાં નિકળ્યું હતું. જેમાં પીર કદિરૂદ્દીન બાવા પીર રફિક બાવા તથા અરહમ રફીક બાવા જોડાયા હતા.