હાઇટેન્શન લાઇનનો કરંટ લાગતાં ૪ દાઝ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના રવિ કોમ્પ્લેકસમાં બનેલી ઘટના
અંકલેશ્વર વાલિયા ચોકડી જીઆઈડીસી બસ સ્ટેન્ડ સામે આવેલ ખાનગી મોબાઇલ ફોન કંપનીની ઓફિસ માટે ઈન્ટરનેટ કેબલની કામગીરી શનિવારે હાથ ધરાઈ હતી.રવિ કોમ્પલેકસ પાસે કેબલના જોઈન્ટ ઓપરેટર સોનું હુસેન તથા શ્રમજીવીઓ જયંતિ પરમાર, વિષ્ણુ પ્રજાપતિ તથા રમેશ વસાવા ઇન્ટરનેટની લાઇન ખેંચી રહયાં હતાં તે વેળા વીજકંપનીની રર કેવીની ૨૨૦૦૦ વોલ્ટની હાઈટેશન લાઈન ઉપર થી કેબલ નાંખવા જતા અચાનક તાર જીવંત વીજતારને અડી જતાં જોરદાર વીજ કરંટ સાથે જયંતિ પરમાર ગંભીર રીતે દાઝી ગયા હતાં.
અચાનક બનેલી ઘટનામાં વિષ્ણુ પ્રજાપતિ, રમેશ વસાવા તથા સોનું હુસૈન થોડા દુર હોવાની સામાન્ય કરંટનો ઝટકો લાગતા તેમને પણ સારવાર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડયા હતાં.
જયાં જયંતિ પરમારની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બનાવ સંદર્ભે જયાબેન મોદી હોસ્પિટલના ફરજ પરના તબીબ હેનીલ દેસાઇએ જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી હતી.