ભરૂચની વૃંદ રેસીડેન્સી લૂંટ કેસમાં બે આરોપીઓ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - બે આરોપીઓ ઝડપાયા )

ભરૂચની વૃંદ રેસીડેન્સી લૂંટ કેસમાં બે આરોપીઓ ઝડપાયા
સોનાના દાગીના તથા રોકડ રકમની લૂંટ ચલાવી હતી : હજી બે વોન્ટેડ

ભરૂચ: ભરૂચની વૃંદ રેસીડન્સીના ફલેટમાં ગણપતિ બાપ્પાનો પ્રસાદ આપવાના બહાને ઘરમાં પ્રવેશી કિશોરને બંધક બનાવીને સોનાના દાગીના અને રોકડા રૂપિયાની થયેલી લૂંટના ગુનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયાં હતાં. લૂંટના ગુનામાં હજી બે આરોપી ફરાર હોવાથી તેમને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પીઆઇ એમ.એસ.રાણા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં મોબાઇલ ફોનના લોકેશન સહિતની બાબતોનો ઝીણવટભર્યા અભ્યાસ બાદ પોલીસને લૂંટારૂઓની કડી મળી હતી જેના આધારે પોલીસે કસકમાં રહેતાં કૃણાલ મિસ્ત્રી અને જીજ્ઞેશ મદારી ને ઝડપી લીધાં હતાં. ગુનામાં હજી બે આરોપી ફરાર છે.
આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે
વૃંદ રેસીડેન્સીમાં બનેલી લૂંટના ગુનામાં બે આરોપીને ઝડપી લેવાયાં છે. કેટલાં રૂપિયાની રકમ તથા રોકડની લૂંટ થઇ છે તેનો ચોકકસ આંકડો મેળવવા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. ફરાર બે આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી ચાલુ છે. > એમ.એસ. રાણા, પીઆઇ, સી ડિવિઝન પોલીસ સ્ટેશન