તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Grievances In Bharuch Demanding To Resignation Of Babu Bokhiriya

બાબુ બોખીરિયાના રાજીનામાની માંગ સાથે ભરૂચમાં ધરણાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- યુવક કોંગ્રેસના આગેવાનોએ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સુત્રોચ્ચાર કર્યા
રાજયના પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી બાબુ બોખીરિયાને પ૪ કરોડ રૂપિયાના લાઇમ સ્ટોન કૌભાંડમાં અદાલતે ૩ વર્ષ કેદની સજા ફટકારતાં ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસે તેમના રાજીનામાની માંગ સાથે આજે મંગળવારે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે પ્રતિક ધરણાં યોજી તેમના રાજીનામાની માંગ કરી હતી.
ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિના આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર રાજયની નરેન્દ્ર મોદી સરકારમાં અનેક કલંકિત મંત્રીઓ છે. પાણી પુરવઠા મંત્રી બાબુ બોખીરિયા સામે ૨૦૦૬માં રૂા. પ૪ કરોડ રૂપિયાની ખનીજચોરીના ગુનામાં પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી પરંતુ તેઓ વિદેશ ભાગી જતાં તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યાં હતાં. તારીખ ૧પમી જુનના રોજ પોરબંદરની સ્થાનિક અદાલતે બાબુ બોખીરિયા તથા તેના સાગરિતોને ખનીજચોરીના ગુનામાં ત્રણ વર્ષ કેદની સજા ફટકારી છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમના મંત્રી મંડળના કલંકિત અને ભ્રષ્ટાચારી મંત્રીઓને છાવરી રહયાં છે.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...
તસવીરો: કલ્પેશ ગુર્જર