• Gujarati News
  • Dudhadhara In 3 Million Liters Of Milk Production Will Increase

ભરૂચ:દૂધધારા 2 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં 3 લાખ લીટરનો વધારો કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો:રાષ્ટ્રીય દૂધ દિનની ઉજવણીના કાર્યક્રમમાં મંત્રી નાનુ વાનાણી ઉપસ્થિત રહયાં.)
- ડેરીનું વાર્ષિક ટર્નઓવર 200 કરોડથી વધીને 500 કરોડ પર પહોંચશે
- રાષ્ટ્રીય દૂધ દિનની ઉજવણીના કાર્યક્રમમાં મંત્રી નાનુ વાનાણી ઉપસ્થિત રહયાં

ભરૂચ:ભરૂચની દુધધારા ડેરી આગામી 2 વર્ષમાં તેના દૂધ ઉત્પાદનમાં દૈનિક 3.75 લાખ લીટરનો વધારો કરશે. ડેરીની હાલની ક્ષમતા 1.25 લાખ લીટરની છે જેમાં વધારો કરીને 5 લાખ લીટર સુધી લઇ જવાશે. ડેરીની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો થતાં ડેરીનું હાલનું 200 કરોડનું ટર્નઓવર વધીને ~500 કરોડ સુધી પહોંચી જશે.દૂધધારા ડેરી દ્વારા બુધવારે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ડેરીની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાની જાહેરાત કરાઇ હતી.
ભરૂચ-નર્મદા જિલ્લાની 600 કરતાં વધારે દુધમંડળીઓ દુધધારા ડેરી સાથે સંકળાયેલી છે અને બંને જિલ્લાના 7 લાખ કરતાં વધારે ગ્રાહકો દૂધધારા ડેરીની વિવિધ પ્રોડકટોને ખરીદે છે. દૂધધારા ડેરીની દૈનિક દૂધ ઉત્પાદન ક્ષમતા 1.25 લાખ લીટરની છે જેને આગામી 2 વર્ષમાં વધારીને 5 લાખ લીટર સુધી લઇ જવામાં આવશે. ડેરીની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરતાં ડેરીનું વાર્ષિક ટર્નઓવર ~500 કરોડ સુધી પહોંચી જશે. ડેરીનું વર્તમાન ટર્નઓવર 200 કરોડ છે.

ઝાડેશ્વરના સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયેલાં સમારંભમાં રાજયના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી નાનુ વાનાણી ખાસ ઉપસ્થિત રહયાં હતાં તેમણે જણાવ્યું હતું કે, ડૉ. વર્ગીસ કુરીયનએ દૂધના માધ્યમથી ખેડાથી પ્રજાના સશકિતકરણની શરુઆત કરી હતી . દૂધધારા ડેરી તરફથી પશુપાલકોને સૌથી વધારે ભાવ આપવાની બાબતને નાનુ વાનાણીએ આવકારી ડેરીના સંચાલકોને અભિનંદન પાઠવ્યાં હતાં.
ડેરીના નિર્ણયથી ફાયદો શું ?

દૂધધારા ડેરીની ઉત્પાદન ક્ષમતા દૈનિક 5 લાખ લીટરની થવાને કારણે ડેરીના ટર્નઓવરમાં રૂા.200 કરોડ નો વધારો થશે જેથી પશુપાલકોને દૂધના વધુ સારા ભાવો મળશે.ગામડાંઓનું અર્થતંત્ર મજબુત બનતાં વિકાસ શકય બનશે.