તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવાળી પર્વને આવકારવા લોકોમાં ઉત્સાહ : ખરીદી માટે બજારોમાં ભીડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓએ તેમની દુકાનોને દુલ્હનની જેમ શણગારી
- ખરીદારોએ ભરૂચ શહેરમાં સર્જયો ટ્રાફિકજામ : છેલ્લી ઘડીએ ઘરાકી નીકળતાં વેપારીઓ ખુશખુશાલ


નવરાત્રી તથા શરદપિૂર્ણમાના તહેવારોની દબદબાભેર ઉજવણી બાદ હવે પ્રકાશના પર્વ દિવાળીને આવકારવા જિલ્લાવાસીઓ થનગની રહ્યાં છે. દિપાવલી પૂર્વે બજારોમાં ખરીદી નીકળતાં વેપારી આલમમાં ખુશીનો માહોલ જોવા મયો છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં દિવાળીના તહેવારના વધામણા લેવા પ્રજાજનો સજ્જ બન્યા છે. દિપાવલી પૂર્વે શહેરના બજારોમાં ખરીદી માટે ગ્રાહકોનો ઘસારો જોવા મળ્યો છે. ખાસ કરીને રેડીમેડ કપડાં તથા બુટ-ચંપલનું વેચાણ કરતી દુકાનોમાં ઘરાકી જોવા મળી રહી છે. ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓએ તેમની દુકાનોને દુલ્હનની જેમ શણગારી છે.

દિવાળી આવતાની સાથે શહેરમાં સેલનો રાફડો ફાટી નીકળ્યો છે. દિવાળીની શાન ગણાતા ફટાકડાનું પણ ધૂમ વેચાણ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શરૂ થઇ ગયું છે. રંગોળી તથા ગૃહ સજાવટની વસ્તુઓ વેચતા વેપારીઓએ મુખ્ય માર્ગોની આસપાસ ડેરા તંબુ તાણી દીધાં છે. દિવાળીના તહેવારોમાં મીઠાઇની માંગને પહોંચી વળવા હલવાઇઓએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે.

દિપાવલીમાં સુકા મેવાની માંગમાં વધારાને ધ્યાનમાં રાખી વેપારીઓએ ઓર્ડર આપી દીધા છે. દિવાળીની ખરીદી માટે જિલ્લાની પ્રજા બજારોમાં ઉમટી પડતા ભરૂચ અને નર્મદા જિલ્લામાં તેજીનો તોખાર જોવા મળતાં વેપારીઓ હરખાયા છે. શરદપિૂર્ણમાના તહેવારોની ઉજવણી બાદ હવે પ્રકાશના પર્વ દિવાળીને આવકારવા જિલ્લાવાસીઓ થનગની રહ્યાં છે. બજારોમાં ખરીદી નીકળતાં વેપારી આલમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કાળીચૌદશે લોકોએ વડા અને ખીર પુરીની જયાફત માણી હતી.