( કેમ્પમાં દર્દીની આંખનું નિદાન કરી રહેલા તબીબ )
વાલિયામાં ડાયાબિટીસ નેત્ર નિદાન કેમ્પ યોજાયો
વાલિયા: હરિઓમ સેવા ટ્રસ્ટ વડોદરા,દિવ્યજ્યોતિ ટ્રસ્ટ માંડવી અને વાલિયા અખિલ ગુજરાત માનવ કલ્યાણ મંડળના સંયુક્ત ઉપક્રમે વાલિયા પોલીટેકનીક કોલેજ ખાતે આંખ તથા ડાયાબીટીસ તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં જરૂરિયાતમંદ ૧૮૫ જેટલા દર્દીઓની નિશુલ્ક તપાસ કરવામાં આવી હતી .વાલિયા ખાતે આયોજિત આંખ તથા ડાયાબીટીસ તપાસ કેમ્પમાં કુલ ૧૮૫ જેટલા આંખના તથા ડાયાબીટીસના દર્દીઓની તપાસ ઉપસિથત નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
જેમાં આંખના ઓપરેશનના ૧૩ દર્દી હતા. જેમાં આંખના નંબર વાળા ૪૫ દર્દીઓને ચશ્માંનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું.ડાયાબીટીસના 140 દર્દીઓના લોહી અને પેશાબની તપાસ કરવામાં આવી હતી.વાલિયા પોલીટેકનીક કોલેજ ખાતે આંખ તથા ડાયાબીટીસ તપાસ કેમ્પમાં અમરસિહ માંગરોલા,સંદીપ માંગરોલા,દીલીપસિહ અટોદરીયા,અજયસિહ સુંણવા,ડો.અર્ચના ચૌધરી,અને લલિત પટેલ હાજર રહી કેમ્પને સફળ
બનાવ્યો હતો.