તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જંબુસર પાલિકાનું બજેટ બહુમતીથી મંજૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાલિકાને વર્ષ દરમિયાન ૨૯.૬૬ કરોડની આવક સામે તેટલો જ ખર્ચ થવાનો અંદાજ
- બજેટની તરફેણમાં ૧૮ મત જયારે વિરૂધ્ધમાં ૬ મત પડયાં
- બજેટ માત્ર આંકડાની માયાજાળ હોવાનો વિપક્ષી સભ્યોનો આક્ષેપ


જંબુસર નગરપાલિકાના વર્ષ ૨૦૧૪-૧પના રૂ.૨૮.૬૬ કરોડના બજેટને વિપક્ષી સભ્યોના ઉગ્ર વિરોધ વચ્ચે શાસક ભાજપ દ્વારા બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યું હતું. નગર પાલિકાની તિજોરીમાં રૂ.૨૮.૬૬ કરોડની આવક થશે જેની સામે રૂ. ૨૮.૬૬ કરોડનો ખર્ચ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. બજેટમાં નવા કોઇ કરવેરા સૂચવવામાં નહિ‌ આવતાં પ્રજાને રાહત સાંપડી છે. જંબુસર નગરપાલિકાની આગામી વર્ષની આવક અને જાવકના હિ‌સાબનું સરવૈયું દર્શાવતાં બજેટને મંજૂર કરવા માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી.નગર પાલિકા પ્રમુખ પારૂલ પટેલ, મુખ્ય અધિકારી તથા અન્ય સભ્યોની હાજરીમાં મળેલી બેઠકમા વર્ષ ૨૦૧૪-૧પના બજેટને રજૂ કરવામાં આવ્યું હતું.

સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવતાંની સાથે વિપક્ષ કોંગ્રેસના સભ્યો દ્વારા તેનો ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસી સભ્યો દ્વારા બજેટમાં કોઇ પણ પ્રકારના આયોજન સિવાય માત્ર આંકડાની માયાજાળ ગોઠવી દેવામાં આવી હોવાનો ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિપક્ષી સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, નગરપાલિકાની આવકમાંથી સર્વાંગી વિકાસ માટે નકકર આયોજન નહિ‌ હોવાથી નગરનો વિકાસ રૂંધાઇ જશે. વિપક્ષી સભ્યોના હંગામા વચ્ચે ભાજપી શાસકોએ બહુમતીના જોરે વર્ષ ૨૦૧૪-૧પના બજેટને મંજૂર કરાવાવમાં આવ્યું હતું.

બજેટની તરફેણમાં ૧૮ જયારે વિરૂધ્ધમાં ૦૬ સભ્યોએ મતદાન કર્યુ હતું. બે સભ્યો સાધારણ સભામાં ગેરહાજર રહ્યા હતાં. નગર પાલિકા સત્તાધીશોદ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં વર્ષ દરમિયાન નગર પાલિકાને મહેસૂલી તથા યોજનાકીય આવકમાંથી રૂ.૨૮ કરોડની આવક થશે જેની સામે તેટલા જ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જંબુસર નગરપાલિકાની બુધવારે મળેલી સામાન્ય સબામાં બજેટ રજૂ કરવામાં આવતા તેમાં સમાવષ્ટિ વિવિધ દરખાસ્તોની ચર્ચા દરમિયાન શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યો વચ્ચે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોની ભારે ભરમાર વચ્ચે સામાન્ય સભામાં ભારે ગરમાવો પમ જોવા મળ્યો હતો.

બજેટમાં નક્કર કહી શકાય તેવું આયોજન નથી

નગરપાલિકાના શાસકોએ રજૂ કરેલાં બજેટમાં વિકાસ કામોને લગતું કોઇ નકકર આયોજન નથી. માત્ર આંકડાની માયાજાળ ગોઠવીને આવક- જાવક દર્શાવી દેવામાં આવી છે. બજેટ અસમતોલ હોવાથી વિપક્ષના સભ્યોએ તેનો વિરોધ કર્યો છે.
હમીદ પટેલ, વિપક્ષ નેતા, નગરપાલિકા

માળખાકીય સુવિધાઓને પ્રાધાન્ય અપાયું છે


વર્ષ ૨૦૧૪-૧પના બજેટમાં પ્રજાને પીવાનું પાણી તથા અન્ય માળખાકીય સુવિધાઓ મળી રહે તેનું ધ્યાન આપવામાં આવ્યું છે. નગરજનોને પીવાનું મીઠું પાણી મળી રહે તે માટે રૂ.૧૭ કરોડની યોજના અમલમાં મુકી છે.
પંકજ પટેલ, ઉપપ્રમુખ, નગરપાલિકા

પીવાના પાણીની યોજના માટે રૂ.૧૭ કરોડની ફાળવણી

જંબુસર નગરમાં પીવાના પાણી, સફાઇ સહિ‌તની માળખાકીય સુવિધાઓ બાબતે પ્રજામાં વ્યાપક ફરિયાદો જોવા મળી રહી છે. વર્ષ ૨૦૧૪-૧પના બજેટમાં પાણી યોજના માટે રૂા.૧૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. નર્મદા કેનાલમાંથી પાણીને નાગેશ્વર તળાવ ખાતે લાવી તેને શુધ્ધ કરી સમગ્ર શહેરમાં પીવાનું મીઠુ પાણી આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું.

વેરા વસૂલાતમાં પાલિકાની કામગીરી શૂન્ય

નગરપાલિકાની આવકનું મુખ્ય સાધન વેરામાંથી થતી આવકને ગણવામાં આવે છે. નગરપાલિકા સત્તાધીશો વેરા વસુલાત બાબતે શુષ્ક વલણને કારણે પાલિકાની તિજોરીમાં આવક થતી નથી. ગેરકાયદે બાંધકામો તથા પાણી જોડાણો બાબતે પાલિકા સત્તાધીશો ધ્યાન આપતાં નહિ‌ હોવાથી આવક ગુમાવવાનો વારો આવતો હોવાનો ગંભીર આક્ષેપ વિપક્ષના સભ્યોએ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો