અંકલેશ્વરમાં રહીશો દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( અંકલેશ્વરના વોર્ડનંબર 7માં રહીશો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતુ )
અંકલેશ્વરમાં રહીશો દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ
પ્લે ગ્રુપના ભૂલકાઓને ચોકલેટનું વિતરણ કરાયું
અંકલેશ્વર: અંકલેશ્વર વોર્ડ નંબર 7ના સમડી ફળિયાના રહીશો અને નગરપાલિકા કારોબારી અધ્યક્ષ જનક શાહ દ્વારા બાળ દિનની ઉજવણી નવતર અભિગમ સાથે કરતા પ્લે ગ્રુપના નાના ભૂલકાઓને ગુલાબનું ફૂલ આપી કરી હતી. શેરીઓમાં સફાઈ કરી સ્વચ્છતા અંગે નવતર અભિગમ અપનાવ્યો હતો.અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 7 ના સભ્ય અને કારોબારી અધ્યક્ષ જનક શાહ અને સમડી ફળિયાના રહીશો દ્વારા બાળ દિનની ઉજવણી કરતા પ્લે ગ્રુપના નાના નાના ભૂલકાઓને ગુલાબનું ફૂલ,બિસ્કીટ ચોકલેટ આપી કરી હતી.શેરીમાંથી ઘરે ઘરેથી કચરો ઉપાડી સફાઈ કરી હતી.સફાઈ અંગે શપથ લીધા હતા. આ પ્રસંગે પાલિકા સભ્ય મનીષ મવાલ તેમજ શેરીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા .
જયારે કારોબારી અધ્યક્ષ જનક શાહએ જણાવ્યું હતું કે બાળ દિન નિમિતે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાળ સ્વચ્છતા અભિયાનની સાથે બાળ દિનની ઉજવણી કરવાની હાકલ કરી હતી જેને અનુલક્ષી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . જો દરેક નાગરિક સ્વચ્છતા અંગે જાગૃત બની પ્રથમ પોતાના ઘરથી શરૂઆત કરી શેરી, મહોલ્લો અને શહેર સુધી સફાઈ પરત્વે જાગૃત બને તો દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્વચ્છ ભારતનું સપનું સેવ્યું છે તે સાકાર થાય તેમ છે.આ માટે જાગૃતિની પહેલ નાગરિકે પ્રથમ પોતાની ફરજ સમજી કરવી પડશે.