ઝઘડિયાના ઉચેડિયાનો બૂટલેગર ફરીથી દારૂના જથ્થા સાથે ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બુટલેગરે અગાઉ વિદેશી દારૂના ધંધાની હરિફાઇમાં કાર ચઢાવી દઇ એકને મોતને ઘાટ ઉતાર્યો હતો

ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામના માથાભારે બૂટલેગર ફરીથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ એલસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. જેમાં વિવિધ બ્રાંડની ૪૦૪ નંગ બોટલો તથા તેની સ્કોપીયો કાર મળી કુલ રૂા. ૪,૩૨૦૦૦નો મુ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિ‌તી અનુસાર ભરૂચ એલસીબી ટીમને એવી બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાનાં ઉચેડિયા ગામના બૂટલેગર નવીન રણછોડ પટેલ ઉર્ફે નવીન ડોને મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ગુમાનદેવથી ઉચેડિયા જવાના રસ્તા પર તેના ખેતરમાં સંતાડેલો છે.

ભરૂચ એલસીબીની ટીમ દ્વારા આ મળેલી બાતમીના આધારે ગુમાનદેવ -ઉચેડિયા વાળા રોડ પર નવીનનાં ખેતરમાં છાપો માર્યો હતો. જેમાં મોટાપાયે વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેમાં ઇમ્પેક્ટ ક્વાટરિયા ૧૮૦ મળી૧૪૪ નંગ, રોયલ સ્ટેગ ૭પ૦ મીલી ૨૪ નંગ, હેવર્ડ પ૦૦૦ બિયર નંગ ૧૧પ, બ્લ્યુમુન ૧૮૦ મિલી ૪૦ નંગ, કેનેડિયન ૧૮૦ મીલી ૮૦ નંગ, મળી કુલ ૪૦૪ નંગ વિદેશી દારૂ જેની કિંમત ૩૨૦૦૦ તથા નવીન ડોનની સ્કોપિયો કાર જેની કિંમત ૪ લાખ મળી કુલ ૪.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નવીન રણછોડ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ રેડ ભરૂચ એલસીબી પી.એસ.આઇ. એમ.એલ. સાળુંકે તથા સ્ટાફે રેડ કરતાં વિદેશી દારૂનો જથ્થા સાથે નવીન પટેલ (ડોન) ઝડપાઇ ગયો હતો. નવીન ડોને આ દારૂનો જથ્થો બાબુ મારવાડી પાસેથી લાવ્યો હોવાનું એલસીબીની પૂછપરછમાં કબુલ્યં હતું.