ભરૂચ જિલ્લાના૧૦થી વધુ બૂથ લેવલ ઓફિસર્સને નોટિસ અપાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભરૂચ જિલ્લાના૧૦થી વધુ બૂથ લેવલ ઓફિસર્સને નોટિસ અપાઇ
- મતદાન મથકો ખાતે બીએલઓ હાજર નહિ‌ હોવાની ફરિયાદ મળ્યાં બાદ કલેકટરનો આદેશ
- તંત્રની નોટિસના પગલે ફરજમાં બેદરકારી દાખવતાં કર્મચારીઓમાં મચેલી દોડધામ


ભરૂચ જિલ્લામાં રવિવારે યોજાયેલાં આખરી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકો ખાતે ગેરહાજર રહેનારા બૂથ લેવલ ઓફિસર્સની કલેકટર અવંતિકા સિંઘે ગંભીરતાથી નોંધ લઇને ગેરહાજર રહેલાં તમામ બીએલઓને નોટિસ આપતાં તંત્રમાં દોડધામ મચી છે. જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ૧૦થી વધુ બીએલઓ ગેરહાજર હોવાથી આ તમામને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે.

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચુકયું છે ત્યારે ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે ચૂંટણી પંચ તરફથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. દરેક મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે રવિવારે ભરૂચ લોકસભા બેઠકના તમામ મતદાન કેન્દ્રો ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ભરૂચ બેઠકમાં સમાવષ્ટિ ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, ઝઘડિયા, વાગરા, દેડિયાપાડા અને કરજણ વિધાનસભા મત વિસ્તારોના ૧૭૨પ મતદાન મથકો ખાતે બુથ લેવલ ઓફિસર્સે હાજર રહી મતદારયાદી સુધારણાની કામગીરી કરવાની હતી.

ભરૂચ જિલ્લા કલેકટર અવંતિકા સિંઘે રવિવારે ભરૂચ તથા જંબુસર વિધાનસભા મત ક્ષેત્રમાં આવેલાં મતદાન મથકોની મુલાકાત દરમિયાન મતદારયાદી સુધારણાની કામગીરીનું પણ નિરિક્ષણ કર્યુ હતું.
ભરૂચ જિલ્લામાં ૧૨૨૬ મતદાન મથકો પૈકી અમુક મતદાન મથકો ખાતે બુથ લેવલ ઓફિસર્સ હાજર નહિ‌ હોવાની ફરિયાદો કલેક્ટરને મળી હતી. આ બાબતની ગંભીરતાથી નોંધ લઇ કલેકટર અવંતિકા સિંઘે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરહાજર રહેલાં તમામ બૂથ લેવલ ઓફિસર્સને નોટિસ આપી તેમનો ખુલાસો પૂછવા માટે સંલગ્ન અધિકારીઓને સૂચના આપી હતી. કલેકટરના આદેશને પગલે જિલ્લાના ૧૦ બીએલઓને નોટિસથીં ફરજમાં બેદરકારી દાખવતાં કર્મચારીઓમાં દોડધામ મચી હતી.

નોટિસ આપી ખુલાસો પૂછાશે
આખરી મતદારય સુધારણા કાર્યક્રમ દરમિયાન મતદાન મથકો ખાતે ગેરહાજર રહેલાં બૂથ લેવલ ઓફિસર્સને નોટિસ આપી તેમનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. ખૂલાસા બાદ તેમની સામે આગળની કાર્યવાહી કરાશે. - એન.આર. પ્રજાપતિ, મામલતદાર, ભરૂચ

શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે
દરેક વિધાનસભા મત વિસ્તારના આસિસ્ટન્ટ રર્ટિનિંગ ઓફિસર્સ તરફથી ગેરહાજર રહેલાં બીએલઓને નોટિસ આપી તેમનો ખુલોસો પૂછવામાં આવશે. જો તેમનો ખુલાસો સંતોષકારક નહિ‌ હોય તો તેમની સામે પોલીસ ફરિયાદ સહિ‌તની શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.