ભરૂચના ભવ્ય ઇતિહાસને વેબસાઇટ પર જીવંત કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - ફેનિલ મોદી,છાત્ર ,એસએમઆઇવીટી,ભરૂચ )

ભરૂચના ભવ્ય ઇતિહાસને વેબસાઇટ પર જીવંત કર્યો
ઈજનેરી શાખાના 3 છાત્રોએ કરેલુ સાહસ, ભરૂચ માય સિટીના નામથી વેબસાઇટ બનાવી
ભરૂચ: ભૃગુઋષિની પાવનધરા ભરૂચ શહેર ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચની ઉપમા ધરાવે છે ત્યારે શહેરના પ્રાચીન ઇતિહાસ અને વારસાને દેશ વિદેશના લોકો સુધી પહોંચાડવાનું બિરૂદ ટેકનોક્રેટ યુવાનોના એક ગૃપે ઉપાડયું છે. આ યુવાનોએ ભરૂચ માય સિટીના નામથી વેબસાઇટ બનાવીને ભરૂચની ભવ્યતાને લોકો સમક્ષ રજૂ કરવાની પહેલ કરી છે.માતરની લીડસ કોલેજમાં ઇલેક્ટ્રિકલ શાખામાં ભણતાંઋુત્વિક પટેલ, ભરૂચની એસવીએમઆઇટીના ઇલેક્ટ્રિકલ શાખાના ફેનિલ મોદી અને રાજસ્થાનના ઉદેપુરથી બી. ટેકના છાત્ર આકાશસિંહ રાઠોડને પોતાના શહેર ભરૂચ માટે કંઇ નવું કરવાની ધગશ જાગી હતી.

તેમના મનમાં વેબસાઇટ બનાવવાનો વિચાર આવ્યો હતો. વર્ષ 2012માં તેમણે સોશિયલ મિડીયા સાઇટ ફેસબુક પર ભરૂચ શહેર વિશે એક પેજ બનાવીને તેના મારફતે શહેરના પ્રાચીન સ્થળો, ઇમારતો વગેરેની ફોટોગ્રાફી કરી તેને અપલોડ કર્યાં હતાં. બે વર્ષના ટુંકા ગાળામાં 11 હજાર કરતાં વધુ લોકોએ આ પેજને લાઇક કરતાં તેમનો ઉત્સાહ બેવડાયો હતો. હિન્દીમાં કહેવત છે ને કે લોગ મિલતે ગયે ઓર કારવા બનતાં ગયાં તેમ આ ત્રણ યુવાનોને પ્રશાંત પટેલ, નીતિન ટેલર અને દીપા મહેતાનો સાથ મળ્યો અને તેમણે ભરૂચ માય સિટીના નામથી વેબસાઇટ બનાવી છે.
પ્રયાસને બીરદાવાયો
અમારી વેબસાઇટ તથા ફેસબુકના પેજ મારફતે અમે ભરૂચવાસીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહયાં છે. દેશ વિદેશમાં સ્થાયી થયેલાં ભરૂચ વાસીઓએ અમારા પ્રયાસને બિરદાવ્યો છે. > ફેનિલ મોદી,છાત્ર ,એસએમઆઇવીટી,ભરૂચ
આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...