ભરૂચ-નર્મદામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભરૂચ-નર્મદામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ
- બન્ને જિલ્લામાં પ્રથમ દિવસે ૪૭૯ છાત્રો ગેરહાજર નોંધાયા
- તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક તેમજ ગળ્યું ખવડાવી સ્વાગત


ભરૂચ -નર્મદા જિલ્લામાં ગુરુવારથી શરૂ થયેલી ધો.૧૦ -૧૨ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ રાજપીપળાની સ્વામીનારાયણ સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રવાહનો છાત્ર પરીક્ષા શરૂ થતા પહેલા જ ચક્કર ખાઇને બેભાન થઇ જતા દોડધામ મચી ગઇ હતી. બન્ને જિલ્લામાં પ્રથમ દિવસે ગેરરીતિનો એક પણ કિસ્સો નોંધાયો ન હતો. પ્રથમ દિવસે ૪૭૯ છાત્રો ગેરહાજર રહ્યાં હતા.

ગુરુવારથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ઉત્સુકતા, જિજ્ઞાસા, ગભરાટ વચ્ચે ધો.૧૦ -૧૨ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. પરીક્ષાનાં પ્રથમ દિવસે જ સાગબારાનો ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રાજપીપળાની સ્વામીનારાયણ સ્કૂલ ખાતેથી પરીક્ષા આપતો હિ‌તેશ જયરામ વસાવા પરીક્ષા શરૂ થતા પહેલા જ ચક્કર ખાઇને પરીક્ષા ખંડમાં બેભાન થઇ ગયો હતો. ગભરામણથી છાત્રને ઊલટીઓ શરૂ થઇ જતા ૧૦૮ બોલાવી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેની હાલત સુધારા ઉપર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં સવારે ધોરણ ૧૦નાં ગુજરાતી વિષયનાં પેપરમાં નોંધાયેલા ૨૨,૧પ૦ છાત્રો પૈકી ૨૧,૯૧૦ વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી હતી. જયારે ૨૪૦ છાત્રો ગેરહાજર નોંધાયા હતા. નર્મદા જિલ્લામાં નોંધાયેલા ૯૬૯૬ છાત્રો પૈકી ૯પ૩૮ એ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી. જયારે ૧પ૮ છાત્રો ગેરહાજર રહ્યાં હતા.બપોરે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પેપરમાં ભરૂચ જિલ્લામાં ૩૦૦૦ છાત્રોએ હાજર રહ્યાં હતા જયારે ૭ ગેરહાજર નોંધાયા હતા. સામાન્ય પ્રવાહમાં નોંધાયેલા ૪૯૯૦ પૈકી ૪૯૩૬ છાત્રો હાજર જયારે પ૪ ગેરહાજર રહ્યાં હતા. પ્રથમ દિવસે તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક તેમજ ગળ્યું ખવડાવી સ્વાગત કરાયું હતું. ભાષાના પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો.

આ વિષય પર વધુ વિગત વાંચવા માટે ફોટા પર ક્લિક કરો...