સુરત: ધર્મશાળામાં વિતાવેલી એ બે રાતે મને અંગ્રેજી શિખવા મક્કમ કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ચેન્નાઇની ધર્મશાળામાં ગુજારેલી એ બે રાત કયારેય નહીં ભૂલાય. અંગ્રેજી નહીં આવડતું હોવાને કારણે અમારે ભારે તકલીફ વેઠવી પડી હતી. મને અફસોસ થયો કે બીજા બધા વિષયોમાં હું ટોપર છું તો પછી અંગ્રેજી કેમ ન બોલી શકું? એ બે રાત મેં ખુબ વિચાર્યું અને મન મક્કમ કરી લીધું અને પછી શરૂ થઈ મારી અંગ્રેજી શીખવાની મહેનતભરી સફર.આ પ્રસંગ બન્યો ત્યારે હું ધોરણ-9માં હતી એ સમયે મારું અંગ્રેજી ખૂબ કાચું એટલે સ્વભાવિક જ અંગ્રેજીમાં સૌથી ઓછા માર્કસ આવતા. ત્યારે યુનાઇટેડ સ્કૂલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ તરફથી અમે કેટલીક વિદ્યાર્થિનીઓ ચેન્નઈની એક ટ્રિપમાં ગયાં હતાં.

- ધર્મશાળામાં વિતાવેલી એ બે રાતે મને અંગ્રેજી શિખવા મક્કમ કરી
- બીજા બધા વિષયોમાં હું ટોપર હતી અને અંગ્રેજીમાં સૌથી ઓછા માર્કસ આવ્યા, મહેનત કરી તો બીજા વર્ષે રાજ્યમાં પ્રથમ આવી
- યુપીએસસીની પરીક્ષામાં બે વખત ફેલ થઈ, જોકે ત્રીજી વખતમાં પાસ થઈ અને IPS ઓફિસર બની

- માર્કશીટોનાં મીંડાં જિંંદગીને શૂન્ય કરી શકવાની તાકાત ધરાવતા નથી. અહીં એવા માણસોની વાત છે જેમની માર્કશીટમાં ક્યારેક નાપાસ લખાયેલું હતું પણ એમણે સખત મહેનત કરી અને જિંદગીએ આજે તેમની માર્કશીટમાં લખ્યું છે ‘પાસ વિથ ડિસ્ટિંક્શન’. નાપાસ થવાના ડરે હતાશામાં સરી પડતા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા માટે ઉદાહરણરૂપ બની શકે તેવા લોકોની વાત દિવ્ય ભાસ્કર ‘માર્કશીટમાં ઝીરો જીવનમાં હીરો’ શ્રેણી અંતર્ગત રજૂ કરી રહ્યું છે. આ લોકોએ કેવી રીતે નિષ્ફળતા સફળતામાં ફેરવી એ વાંચો, તેમના પોતાના શબ્દોમાં...

જ્યાં અમારી સાથે સ્થાનિક લોકો અંગ્રેજીમાં વાત કરતા હતા, પરંતુ તે સમયે કશું સમજાતું નહોતું. એટલે ખૂબ જ તકલીફ પડી. મારી સાથે કોઈ વાત પણ કરતું નહોતું. હું ખૂબ જ નિરાશ થઈ હતી. અફસોસ થયો કે હું બીજા બધા જ વિષયમાં ટોપર છું, પણ અંગ્રેજી કેમ બોલી ન શકું. આ સમસ્યા ફક્ત મારી એકલીની નહોતી. મારી સાથે આવેલી મહારાષ્ટ્રની તમામ વિદ્યાર્થિનીઓ સાથે આવું થયું. મૂળ સમસ્યા એજ્યુકેશન સિસ્ટમની હતી. આ મુસીબત ફક્ત અમારી સાથે જ નહીં, સાથે આવેલા સિનિયર શિક્ષિકાની પણ હતી. તેઓ પણ અંગ્રેજી બોલી શકતાં નહોતાં.

આગળ વાંચો, અંગ્રેજી ન આવડતી હોવાના કારણે એવી ગેરસમજ ઊભી થઈ કે અમે ટ્રેન ચૂકી ગયા