તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Bhajap congress Eqaul In Taluka Panchayat Peta Election

તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની બરાબરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરની સારંગપુર બેઠક પર ભાજપ જયારે આમોદની ઓચ્છણ બેઠક પર કોંગ્રેસનો વિજય
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર અને આમોદ તાલુકા પંચાયતની એક-એક બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બરાબરીમાં રહયાં હતાં. અંકલેશ્વર તાલુકા પંચાયતની સારંગપુર-૨ બેઠક ઉપરથી ભાજપના મોહન પટેલ જયારે આમોદની ઓચ્છણ બેઠક પરથી કોંગ્રેસના ઇશ્વર વસાવા વિજેતા બન્યાં હતાં.
અંકલેશ્વર તાલુકા પંચાયતની સારંગપુર-૨ બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા આર.પી.યાદવે રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કરતાં તેમની ખાલી પડેલી જગ્યા તથા આમોદની ઓચ્છણ બેઠકના વિજેતા કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતાં રવિવારે પેટાચૂંટણી યોજાઇ હતી. સારંગપુર બેઠક માટે નોંધાયેલાં ૪૨પ૨ મતદારો પૈકી ૨પ૩૮ મતદારોએ મતદાન કર્યુ હતું જયારે ઓચ્છણ બેઠક પર નોંધાયેલા ૩૨૨૪ મતદારોમાંથી ૨૧૪૧ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...
તસવીરો: કલ્પેશ ગુર્જર