તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- આવેદન - હિન્દુઓને ભારતમાં શરણુ આપવા પણ રજૂઆત કરવામાં આવી
- ભરૂચ- નર્મદામાં બજરંગદળ તથા વિહિપના આગેવાનોએ તંત્રવાહકોને આવેદનપત્ર આપ્યું
- બાંગલાદેશીઓ દેશની આંતરિક અને આર્થિક સુરક્ષા માટે ખતરારૂપ બની રહ્યા છે
ભારત દેશમાં બાંગ્લાદેશી ઘુસણખોરી તથા બાંગ્લાદેશમાં હિંદુ સમાજના લોકો ઉપર થઇ રહેલાં અત્યાચારો અટકાવવાની માંગ સાથે ભરૂચ તથા નર્મદા જિલ્લામાં બજરંગદળ તથા વિશ્વ હિંદુ પરિષદના આગેવાનોએ તંત્રવાહકોને આપ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધીને આપવામાં આવેલાં આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી બાંગ્લાદેશી ઘૂસણખોર દેશમાં પ્રવેશ કરી રહ્યા છે. બાંગ્લાદેશી ઘૂસણખોર દેશની આંતરિક તથા આર્થિક સુરક્ષા માટે ખતરારૂપ સાબિત થઇ રહ્યા છે. વિવિધ રાજયોમાં બનતી હિંસા, ચોરી તથા લૂંટની ઘટનાઓમાં બાંગ્લાદેશી ઘુસણખોરીની સંડોવણી બહાર આવી રહી છે.એક તરફ બાંગ્લાદેશી ઘૂસણખોર દેશ માટે સમસ્યા ઉભી કરી રહ્યા છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છેકે બીજી તરફ બાંગ્લાદેશમાં હિંદુ સમાજના લોકો ઉપર અમાનુષી અત્યાચાર ોગુજારવામાં આવી રહ્યા છે તેમજ હિંદુ મંદિરોને પણ આડેધડ રીતે તોડી નાંખવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાં અત્યાચારનો ભોગ બની રહેલાં હિંદુઓને ભારતમાં શરણું આપવામાં આવે તથા ભારતમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓનો દેશ નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
ભરૂચ ખાતે આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના વિભાગીય મંત્રી દુષ્યંતસિંહ સોલંકી, જિલ્લા મંત્રી બિપિન પટેલ, બજરંગદળના જિલ્લા સંયોજક કિશન વાઘેલા સહિત નગીન વાઘેલા, ભરત શાહ, કૌશિક જોષી અને રાકેશ ચુડાસમા હાજર રહ્યા હતાં. જયારે નર્મદા જિલ્લા કલેકટર રાકેશ શંકરને નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અજીતસિંહ રાઠોડ, શહેર પ્રમુખ કર્તિન પુરોહિત, સંગઠન મંત્રી જીતુ ગોસ્વામી સહિતના હોદે્દારોએ આવેદનપત્ર આપ્યું હતું.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.