અધિકારીઓની ઊંઘ ઉડી, આખરે બ્રિજની રેલિંગ નંખાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પડઘો: જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓની સુસ્તી આખરે ઉડી ખરી
અંકલેશ્વરમાં ઓવરબ્રિજની રેલિંગ તૂટી જવાને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સેવાતો હતો
અંકલેશ્વર શહેરને ભરૂચ, રાજપીપળા, ઝઘડિયા, વાલિયા તથા જીઆઈડીસી સાથે જોડતા ઓએનજીસી ઓવરબ્રિજ ઉપર છ મહિનાથી તૂટેલી રેલિંગને કારણે જીવલેણ અકસ્માતનો ભય સતત મંડરાયેલો રહેતા હતો. વાહનચાલકોના હિતમાં ‘દિવ્ય ભાસ્કરે’ ઊપરોકત સમસ્યાને વાચા આપતા સમાચાર પ્રસિદ્ધ કરી તંત્રનો કાન આમળતા પીડબલ્યુડી વિભાગ દ્વારા આજે રેલિંગ નાખવામાં આવી હતી.
અંકલેશ્વર શહેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્ટેટ હાઈવે જુના નેશનલ હાઈવે નંબર ૮, નવા નેશનલ હાઈવે ૮ તથા જીઆઈડીસી, વાલિયા, ઝઘડિયા, રાજપીપળા સાથે સીધા સંપર્ક માટે ઓએનજીસીનો ઓવરબ્રિજ મહત્વનો બની રહે છે. છેલ્લા મહિના કરતા પણ વધુ સમયથી ઓવરબ્રિજની ૨૫ ફુટ કરતા વધુ લાંબી રેલિંગ તૂટી ગઈ હોવાથી વાહનચાલકોના માથે જીવલેણ અકસ્માતનો ભય સાત મંડરાતો હતો. ચોમાસામાં વાહનો સ્લીપ થવાની દહેશત પણ ઉભી થઈ હતી.