• Gujarati News
  • Ahmed Patel Presentation Issue Of Facilities Of Vandari Village

ભરૂચ:વાંદરી ગામમાં સુવિધાઓ બાબતે સાંસદ અહેમદ પટેલની રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટો:રાજયસભાના સાંસદ અહેમદ પટેલ)
- ટેલિફોન, શૌચાલય, વીજળી, રસ્તા અને પાણી સહિતની સુવિધા ઉભી કરવા યોગ્ય આયોજન કરવાની માંગ કરી

ભરૂચ:રાજયસભાના સાંસદ અહેમદ પટેલે દત્તક લીધેલાં નર્મદા જિલ્લાના અંતરિયાળ વાંદરી ગામે ટેલિફોન, શૌચાલય, વીજળી, રસ્તા અને પાણી સહિતની સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે યોગ્ય આયોજન કરવા સંદર્ભમાં તેમણે કેન્દ્રીય મંત્રીઓ રવિશંકર પ્રસાદ, બિરેન્દ્રસિંહ તેમજ રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સાંસદ અહેમદ પટેલે નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા વાંદરી ગામને દત્તક લીધું છે.
આઝાદીના 68 વર્ષ બાદ પણ વાંદરી ગામ માળખાકીય સુવિધા અને વિકાસથી જોજનો દૂર રહી ગયું છે. સાંસદ અહેમદ પટેલે તેમના પત્રમાં ગામના સર્વાંગી વિકાસ અને જરૂરી આનુષંગિક સુવિધાઓથી સુખી અને સમૃદ્ધ ગામ બનાવવા અંગે રૂપરેખા દર્શાવી છે તેમજ જરૂરી વ્યવસ્થા ગોઠવવા રાજય અને કેન્દ્દ સરકારને અનુરોધ કર્યો છે.ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં વસેલાં વાંદરી ગામને જોડતો મુખ્ય માર્ગ બનાવવો, ગામમાં 108 એમ્બયુલન્સ સેવા સહિતના વાહનો આવી શકે તેમજ લોકો સરળતાથી અવરજવર કરી શકે તેવો માર્ગ બનાવવાની માંગ પત્રમાં કરવામાં આવી છે.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો....