અંકલેશ્વરના યુવાને રસલથી કોબ્રા સહીતના 1 મહિનામાં પકડ્યા 164થી વધુ સાપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: અંકલેશ્વર શહેર, ગ્રામ્ય, અને જી.આઈ.ડી.સી, તેમજ પાનોલી, ઝગડીયા સહીત વિસ્તારઓમાં છેલ્લા 1 મહિનામાં જીવાદયા પ્રેમી દ્વારા 164 જેટલા ઝેરી તેમજ બિન ઝેરી સર્પને ઝડપી પાડી સુરક્ષિત સ્થળે મુક્ત કર્યા હતા. 114 જેટલા અંત્યંત ઝેરી એવા રસલ વાઇપર અને કોબ્રા સર્પ પણ ઝડપાયા છે. મોટા ભાગે ગરમીનું પ્રમાણ વધતાં ઠંડક અને ખોરાકની શોધમાં સર્પ શહેરી વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યા હોવાનું જીવદયા પ્રેમી જણાવી રહ્યા છે.

47 જેટલા બ્રાઉંડ એન બ્લેક કોબ્રાને ઝડપ્યા

અંકલેશ્વર શહેરને અડીને આવેલ ગડખોલ, સુરવાડી, અંદારા, પિરામણ, ગામ તેમજ પાનોલી જી.આઈ.ડી.સી અને અંકલેશ્વર શહેર તેમજ જી.આઈ.ડી.સી અને ઝગડીયા જીઆઇડીસી અને ઝગડીયા વિસ્તાર માથી છેલ્લા 1 મહીનામાં 114 જેટલા ઝેરી અને 50 બિન ઝેરી સર્પને કોલ આધારે જીવદયા પ્રેમી સંજય પટેલ અને શૈલેષ રાઠોડ દ્વારા ઝડપી પાડી સુરક્ષિત સ્થળે મુકત કર્યા હતા.જેમાં અત્યંત ગભીર બાબત રૂપે જાણવા મળી રહ્યું હતું કે ઝડપાયેલા સર્પ માં અત્યંત ઝેરી એવા રસલ વાઇપર 67 તેમજ 47 જેટલા બ્રાઉંડ એન બ્લેક કોબ્રાને ઝડપી પાડવામાં આવ્યા છે.

કોબ્રા કરતા વધુ ઝેરી ગણાતા રસલ વાઈપરનું પ્રમાણ દિવસે દિવસે પ્રમાણ વધુ જોવા મળી રહ્યા જે જાણકારીના અભાવે માનવ મૃત્યુનું પણ કારણ બની શકે છે. કોબ્રાનું ઝેર 130 મિલીગ્રામથી 150 મિલિગ્રામ હોય છે જેની સામે રસલ વાઈપરનું ઝેર 175 મિલીગ્રામ સુધી હોય છે. કોબ્રા કરતા વધુ ઝડપ થી એક ડંસ ઠાલવે છે. તો જીવદયા પ્રેમીઓના જણાવ્યા અનુસાર કોબ્રા કરાતા પણ અત્યંત ઝેરી રસલ વાઈપર હોય છે.
 
(તસવીરો: હર્ષદ મિસ્ત્રી, અંકલેશ્વર)
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ખોરાકની શોધમાં ગરમી વધતાં શહેરી વિસ્તાર તરફ આવે છે....
અન્ય સમાચારો પણ છે...