તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચી નાકા વરસાદી કાંસમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: અંકલેશ્વર- હાંસોટ રોડ પર આવેલાં ભરૂચનાકા પાસે વરસાદી કાંસના નાળામાં યુવાનનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. સ્થળ ઉપર લોકો એકત્ર થતાં મૃતદેહ નજીકના વિસ્તારમાં જ રહેતાં યુવાનનો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ સંદર્ભે શંકા કુશંકા વચ્ચે પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર, અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ ભરૂચીનાકા વિસ્તારમાં આવેલાં વરસાદી કાંસના નાળામાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની વાત આજે સોમવારે સવારે વહેતી થતાં આસપાસના લોકો સ્થળ ઉપર એકત્ર થઇ ગયાં હતાં.
મૃતક નશાનો બંધાણી હોઇ અકસ્માતે પડી ગયો હોવાનું અનુમાન
નવી વસાહત ખાતે રહેતો સુનિલ વસાવા કોઇકામ અર્થે ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં વરસાદી કાંસના નાળા નજીક લોકોની ભીડ જોઇને તે કુતુહલવશ ત્યાં પહોંચ્યો હતો. અરસામાં 108 ના કર્મચારીઓએ નાળામાં ઉંધો પડેલો યુવાનનો મૃતદેહ બહાર કાઢતાં જ સુનિલ વસાવા ચોકી ઉઠ્યો હતો. નાળામાંથી મળી આવેલો મૃતક યુવાન બીજું કોઈ નહિ પરંતુ તેનો જ નાનોભાઈ સમીર હતો. સમીર રાત્રીના સમયે ઘરે સૂતો હતો. જે બાદ ક્યાં ગયો કોઇને જાણ ન હતી. તે દારૂના નશાનો બંધાણી હોઇ તે આસપાસના વિસ્તારમાં હોવાનું પરિવારજનોએ અનુમાન લગાવ્યું હતું. અરસામાં તેનો મૃતદેહ મળી આવતાં પોલીસે સમીર નશાની હાલતમાં અકસ્માતે ત્યાં પડ્યો હોવાની અંશકાએ અકસમાત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
પ્રાથમિક દ્રષ્ટીઅે અકસ્માતે મૃત્યુ લાગી રહ્યું છે

મૃતક યુવાન નશાનો બંધાણી હતો. જેનો મૃતદેહ ભરૂચીનાકા પાસે વરસાદી કાંસમાં પડ્યો હતો. પાણીમાં અંદર ઊંધો હતો જે જોતા દારૂના નશામાં પડ્યો હોવાનું તેમજ તે ત્યાંથી નીકળી નહીં શકતા ડૂબી જવાથી મોતને ભેટ્યો હોવાનું અનુમાન છે. પી.એમ. કરવામાં આવ્યું છે. તપાસ ચાલુ છે. યુવાનનું મોત અકસ્માતે થયું હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. - એલ.બી. તડવી,ઇન્સ્પેક્ટર, અંક્લેશ્વર સીટી પોલીસ સ્ટેશન.
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...