તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપારડીના કોતરડી ફળિયાના યુવાનની લગ્નેતર સંબંધમાં હત્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપારડી: રાજપારડીના કોતરડી ફળિયા વિસ્તારમાં રહેતાં મુસ્લિમ યુવાનની હત્યા કરાયેલી લાશ વણાકપોર ગામના સ્મશાનમાંથી મળી આવી છે. મૃતક યુવાને ગામની જ આદિવાસી પરણિત મહિલા સાથે 3 વર્ષથી લગ્નેતર સંબંધ હતો. 2 તારીખે રાતે યુવાન ઘરેથી હમણા આવું છુ તેમ કહી નીકળ્યો હતો અને આજે સોમવારે તેની લાશ મળી આવી છે. તીક્ષણ હથિયારના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. રાજપારડી પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
 
આદિવાસી પરણિત મહિલા સાથે આડા સંબંધો હતાં
વણાકપોરના સ્મશાનમાંથી લાશ મળી
 
હમીદાબેન દિવાને રાજપારડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર  તેમના પતિ ઝણુશા ઉર્ફે સત્તારશા હબિબશામ દિવાન 2 તારીખના રોજ રાત્રે ઘરે હતો . રાત્રિના નવ વાગ્યાના અરસામાં  હમણા આવુ છુ એમ કહી જતો રહ્યો હતો. તેને ગામની આદિવાસી પરણિત સ્ત્રી સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હોવાથી અવારનવાર તેના ઘરે રોકાતો હતો. તે મહિલાને ત્યાં રોકાયો હશે તેમ માની તેની શોધખોળ કરવામાં આવી ન હતી. બીજા દિવસે પણ તે ઘરે ન આવતાં રાજપારડી પોલીસને જાણ કરવામાં આવી હતી.

સોમવારે સવારે 8 વાગ્યાના અરસામાં મોઢા ઉપર બુકાની બાંધેલા કોઇક અજાણ્યો વ્યક્તિ બાઇક લઇને હમીદાના ઘરે આવી જણાવ્યું હતું કે તારા પતિને મારીને વણાકપોર ગામના સ્મશાનમાં નાંખેલ છે.તેથી હમીદાએ પોતાના ફળિયામાં આ અંગે જાણ કરીને ઘટના સ્થળે જતા ત્યા સત્તારશાના ગળાના બન્ને ભાગોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારેલી લાશ જોવા મળી હતી. બનાવની જાણ થતાં રાજપારડી પીએસઆઇ બી.એમ. પટેલ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પીએમ માટે ઉમલ્લા ખાતે મોકલી આપી હતી. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...