ભરૂચ: ચોરીની 15 બાઇકો સાથે સરનારનો યુવાન ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ તાલુકાના સરનાર ગામના યુવાનની પોલીસે ચોરીની 15 બાઇકો સાથે ધરપકડ કરી છે. શહેરના કોર્ટ સંકુલ તથા આસપાસના વિસ્તારમાંથી બાઇકો ચોરી તેને બનાવટી નંબર પ્લેટ લગાવી ગ્રાહકોને વેચી નાંખતો હતો. પોલીસે તેની પાસેથી 2.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
 
બનાવટી નંબર પ્લેટ લગાવી ગ્રાહકોને વેચી મારતો હતો
 
શહેરના કોર્ટ સંકુલ તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકચોરીની ફરિયાદો ઉઠી હતી. એસપી સંદિપસિંગના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એન.ડી.ચૌહાણ, એલસીબી પીઅાઇ લલિત વાગડીયા તથા એ ડિવિઝન પીઆઇ ઝેડ.એન.ધાસુરા સહિતની ટીમો વાહનચોરોને ઝડપી પાડવા કાર્યરત બની હતી.
 
વધુ ગુનાનો ભેદ ઉકેલાઇ તેવી સંભાવના

વાહનચોરીના બનાવો અટકાવવા ટીમોને કામે લગાડવામાં આવી હતી. સરનાર ગામેથી એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. બાઇકચોરીના વધારે ગુનાનો ભેદ ઉકેલાઇ તેવી શકયતાં છે. - સંદિપસિંગ, એસપી, ભરૂચ
 
ગ્રાહકો પાસેથી અડધી રકમ રોકડમાં લેતો હતો

મહેબુબ સવારે એકલો સરનાર ગામેથી ભરૂચ આવતો હતો અને પાર્કિંગમાં પાર્ક થયેલી બાઇક ચોરીને પોતાના ઘરે લઇ જતો હતો. બાઇક ઓળખાઇ નહિ તે માટે એસેસરીઝ કાઢી લેતો અને ઘરમાં રાખતો હતો. બનાવટી નંબર પ્લેટ બનાવી ગ્રાહક શોધી તેની પાસેથી અડધી રકમ રોકડમાં લઇ લેતો અને બાકીના રૂપિયા કાગળ આપ્યા પછી આપજો તેમ કહેતો હતો.
અન્ય સમાચારો પણ છે...