તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર: લગ્નની લાલચ આપી સગીરવયની બાળાનું ટેમ્પા ચાલક અપહરણ કર્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: દાહોદ જિલ્લાના અને અંકલેશ્વર ખાતે છૂટક મજૂરી કરતાં પરિવારની 15 વર્ષીય સગીરાને અન્સાર માર્કેટનાં ટેમ્પા ચાલકે લગ્ન કરવાની લાલચ આપી સગીરાના ઘરેથી અપહરણ કરી લઈ ગયો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે સગીરાના પરિવાર જાણ કરતાં પોલીસે ગણતરી કલાકોમાં સુરતનાં કિમ નજીકથી ટેમ્પા ચાલકને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો અને સગીરાને મુક્ત કરાવી હતી.
બનાવની વિગતો અનુસાર મૂળ દાહોદનાં રહીશ અને અંકલેશર નેશનલ હાઇવે નજીક ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 15 વર્ષની સગીર વયની પુત્રીને નજીકમાં આવેલ અન્સાર માર્કેટના રહીશ અને થ્રી વ્હીલ ટેમ્પો ચલાવતા રિયાજ ટેમ્પાવાળો ઘરેથી લગ્નની લાલચ આપી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતાં શહેર પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને સધળી હકીકત જાણ કરતાં પોલીસ ત્વરિત અસરથી સર્વેલન્સ સ્કોર્ડની ટીમ તપાસ અર્થે રવાના કરી હતી. પોલીસને કિમ પાસે હોવાની બાતમી મળતા કિમ ખાતેથી રિયાજ ટેમ્પા ચાલકને ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી હતી. બંનેને અંકલેશ્વર લઈ આવી તબીબી પરીક્ષણ માટે લઈ જવાતા તબીબી પરીક્ષણમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ, અને એટ્રોસીટી મુજબ ગુનો નોંધી રિયાજ ટેમ્પાવાળાની રિમાન્ડની તજવીજ આરંભી હતી.
આગળ ક્લિક કરો અને વાંચો સગીર બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું મેડીકલ તપાસમાં બહાર આવ્યું
અન્ય સમાચારો પણ છે...