તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડિયા: પોલીસ બંદોબસ્ત વચ્ચે PSI પર મહિલા સરપંચનો તલવારથી હૂમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડિયા: ખરચી ગામે ચુંટણીની અદાવતે બે જુથો વચ્ચેની તકરાર દિનપ્રતિદિન વધી રહી છે. ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ખડક્યો છે ત્યારે ગામની મહિલા સરપંચે પીએસઆઇ ઉપર ખુલ્લી તલવારથી હૂમલો કરવાની કોશિષ કરતાં ભારે ચકચાર જાગી છે. બનાવને પગલે પોલીસે મહિલા સરપંચ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બે જુથ વચ્ચેની ચૂંટણી અદાવતે ઝઘડિયા તાલુકાના ખરચી ગામને રણભુમિ બનાવી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં ચૂંટણીની અદાવતે હત્યા, મારામારી તેમજ છેડતી સહિતની અલગ અલગ ચાર ફરિયાદો ઝઘડિયા પોલીસ મથકે નોંધાઇ છે. જેને પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ હોવાને કારણે ઝઘડિયા પોલીસે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો. ઝઘડિયા પોલીસ મથકના પીએસઆઇ આર. જે. ગામીત તેમજ અન્ય પોલીસ કાફલો ગામમાં બેઠાં હતાં. તે વેળાં પીએસઆઇ ગામીત ખરચી આઉટ પોસ્ટ પાસે જાહેરમાં બંદોબસ્તમાં હતાં.

મારામારી - છેડતી સહિત ચાર ગુના નોંધાયાં

ખરચી ગામની મહિલા સરપંચ મંજુ ગભા વસાવા તેના ઘર તરફથી હાથમાં ખુલ્લી તલવાર સાથે તેમની તરફ ધસી આવી હતી. અપશબ્દો ઉચ્ચારી તેણે પીએસઆઇ ગામિતના માથામાં ઘા કરવા જતાં તેઓ ખસી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે આસપાસના મહિલા પોલીસ કર્મીઓ તેમજ અન્ય પોલીસ જવાનોએ તેને પકડી લીધી હતી. મહિલા સરપંચ મંજુ વસાવાએ છુટવા માટે ધમપછાડા કરી મે હત્યાના ગુનાની ફરિયાદ નોંધાવી છે તો તમે આરોપીઓને પકડતાં કેમ નથી, મારા માણસોને એકત્ર કરી આજે તોફાન કરાવું છું તેમ કહેવા સાથે પોલીસકર્મીઓની લાશો પાડી દેવાની પણ ધાકધમકીઓ આપતાં પોલીસે તેની ધરપકડ કરી તેની સામે પોલીસ પર હુમલો કરવા તેમજ સરકારી કામગીરીમાં દખલગીરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, જવાબદાર પગલાં ભરાશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો