ભરૂચ: ઘરમાં એકલી યુવતીનો આપઘાત, પંખે દુપટ્ટો બાંધી જીવન ટુકાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ શહેરના લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર જાગી હતી. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે યુવતીએ કયાં સંજોગોમાં આંત્યેતિક પગલું ભર્યું હતું તેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.

ઘરમાં એકલી હતી ત્યારે દુપટ્ટો બાંધી ટૂંપો લીધો

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં આવેલાં લક્ષ્મીકુંજ ખાતે રહેતાં રાકેશભાઇ રાણાની પુત્રી ભુમિકા આજે ગુરૂવારે સવારના સમયે ઘરમાં એકલી હતી. તે વેળાં તેણે કોઇ અગમ્ય કારણસર તેના ઘરમાંના પંખા સાથે દુપટ્ટાથી ટૂંપો બનાવી દુપટ્ટાથી ગળેફાંસો ખાઇ લીધો હતો. દરમિયાન તેના ઘરના સભ્યો આવતાં તેને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઇ તેઓ ગભરાઇ ગયાં હતાં. તેમણે તેને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે તબીબોએ તેનું તબીબી પરિક્ષણ કરતાં તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું.

એ ડિવિઝન પોલીસે આપઘાતનો ગુનો નોંધ્યો

ઘટનાને પગલે તેમના પરિવારજનો તેમજ સગાસંબંધીઓ સ્થળ ઉપર દોડી આવ્યાં હતાં. બનાવને પગલે પોલીસે મૃતક યુવતીનું પોસ્ટ મોર્ટમ કરાવી આપઘાત અંગેનો ગુનો નોંધ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી ભુમિકાએ કયાં સંજોગોમાં આંત્યેતિક પગલું તેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...