તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા આરોપીએ ગળેફાંસો ખાવાની કોશિષ કરતાં દોડધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલીયા: વાલીયા તાલુકાના કોંઢ ગામની લઘુમતી કોમની મહિલા અને તેની માતા પર એટ્રોસીટીના ગુન્હો નોંધાયો હતો. તેમની ધરપકડ કરી વાલિયા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યાં હતાં. બન્ને મહિલા આરોપીઓએ કોર્ટમાં જામીન માટે કરેલી અરજી ના મંજૂર થઇ હતી. કોર્ટે બન્નેના અરેસ્ટ વોરંટ આપતા મહિલાએ સબ જેલમાં ન જવું પડે તે માટે પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાવાનો સ્ટંટ કર્યો હતો. મહિલાએ ગળે ફાંસો ખાવાની કોશિસ કરતાં હાજર મહિલા પોલીસે તેને ઉતારી તાત્કાલિક તેને વાલિયા સીએચસીમાં સારવાર આપી સબજેલ ભેંગી કરવામાં હતી.
મહિલાને અેટ્રોસિટીના ગુનામાં જામીન નહીં મળતાં કારસો રચ્યો

વાલીયા પોલીસ સ્ટેશને વાલિયા તાલુકામાં આવેલાં કોંઢ ગામે રહેતી મહિલા આરોપી યાસ્મિન ઇકબાલ ટેલર તેમજ તેની માતા જુલેખા હારુનભાઈ બદાત સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ હતી. જેને પગલે આજે મંગળવારે ભરૂચ એસ.ટી.એસ.સી. સેલના ડીવાયએસપીએ બન્નેની ધરપકડ કરી હતી. ઝડપાયેલી બન્ને મહિલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં મા - દીકરીએ જામીન માટેની અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેમના બન્નેના જામીન ના મંજૂર રાખ્યાં હતાં. ઉપરાંત બન્નેની ધરપકડના અરેસ્ટ વોરંટ આપવામાં આવતાં બન્નેને સબજેલમાં ધકેલવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

વાલીયા પોલીસ મથકે મહિલાઓ માટે કસ્ટડી ન હોવાને કારણે તેમને નાગરિક સુવિધાકેન્દ્રમાં બેસાડવામાં આવ્યાં હતાં. દરમિયાન તેમણે બન્નેએ જેલમાં જવું ન પડે તે માટે યાસ્મિન ટેલરે તેની ઓઢણી વડે નાગરિક સુવિધા કેન્દ્રમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. જ્યારે તેની માતાએ બૂમરાણ મચાવતાં મહિલા પોલીસે તરત દોડી આવી તેને પકડી લઈ નીચે ઉતારી હતી. બનાવની જાણ થતાં પીઆઇ તેમજ અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો. ઘટનાને પગલે ભારે અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે મહિલાને વાલીયા સરકારી દવાખાને લઈ જઈ તેની પ્રાથમિક સારવાર કરાવ્યાં બાદ તેને ભરૂચ સિવિલમાં જરૂરી તબીબી પરિક્ષણ કરાવ્યું હતું. જે બાદ તેની હાલત સુધારા પર હોવાનું માલુમ પડતાં તેને સબજેલ મોકલી દીધી હતી.
અન્ય સમાચારો પણ છે...