અંકલેશ્વરમાં GNFCની લાઈનમાંથી પાણીનો વેડાફટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: ઉનાળાની શરૂઆતમાં જ નર્મદા નદીનો પટ સુકાઇ રહયો છે અને આગામી દિવસોમાં પાણીની તંગી ઉભા થાય છે. એક તરફ પાણીની જરૂરિયાત ઉભી થઇ છે. તેવામાં અંકલેશ્વરથી પાણીનું વહન કરતી જીએનએફસી કંપનીની લાઇનમાં એર વાલ્વમાં ખામી સર્જાતા ચાર દિવસથી લાખો લીટર પાણી ખુલ્લામાં વહી રહયું છે.

તાત્કાલીક અસરથી પગલાં ભરી વેડફાઈ રહેલ પાણીનો બચાવ કરે જરૂરી

જીએનએફસી કંપની દ્વારા ઉકાઈ જમણા કાંઠાની નહેરમાંથી ગડખોલ ગામે આવેલાં તળાવમાં પાણી સંગ્રહ કરી પાઇપ લાઇનથી ભરૂચ પહોચડવામાં આવે છે. જૂના નેશનલ હાઇવે નંબર 8ની બાજુમાંથી પસાર થઈ છે. જેમાં થોડા થોડા અંતરે ચેમ્બર ઊભા કરી તેના પર એરવાલ્વ 10 થી 12 ઊચાઇએ  ઊભા કરવામાં આવ્યા છે.

બે વાલ્વ માં છેલ્લા ચાર દિવસથી પાણીના ફુવારા ઊડી રહ્યા છે.જે પૈકી એક વાલ્વ મંગળવારની સવારે બંધ થયો છે તો બીજો વાલ્વ વહી રહ્યો છે. પાણી ફુવારા ઉચ્ચે સુધી ઊડી રહ્યા છે. અત્રે ઉલેખનીય છે કે પ્રતિવર્ષ ઉનાળામાં આ વાલ્વમાં પાણીના ફુવારા જોવા મળે છે ત્યારે સંબધિત વિભાગ દ્વારા આ પરત્વે ત્વરિત અસર થી પગલાં ભરી વેડફાઇ રહેલ પાણીનો બચાવ કરે એ જરૂરી છે.

વાલ્વમાંથી એર સાથે થોડો પાણીનો જથ્થો બહાર આવે છે

પાઇપલાઇનમાં યોગ્ય દબાણ જાળવી રાખવા એર વાલ્વ મુકવામાં આવ્યાં છે. વાલ્વમાંથી એરની સાથે થોડો પાણીનો જથ્થો બહાર આવતો હોય છે જે સામાન્ય પ્રક્રિયા છે. પાઇપલાઇનમાં કોઇ પણ લીકેજ નથી. દૈનિક ધોરણે પાઇપલાઇન ચેક કરવામાં આવે છે. તકેદારીના પગલાં રૂપે તપાસ ટીમને સ્થળ પર મોકલવામાં આવી છે. - એ.એન.તલાટી, એડીશનલ જનરલ મેનેજર, (યુટીલીટી), જીએનએફસી
અન્ય સમાચારો પણ છે...