તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં પાણીની તંગી સર્જાઇ, ટેન્કરોથી અપાય છે પાણી, લોકોમાં રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે વસેલું હોવા છતાં પીવાના પાણીનો કકળાટ જોવા મળી રહયો છે. અમલેશ્વર બ્રાંચ કેનાલને રીપેરિંગ માટે બંધ કરવામાં આવતાં એક જ ટાઇમ પાણી આપવામાં આવી રહયું છે. પાણીની તંગી સર્જાતા લોકોને ટેન્કરથી પાણી આપવાની ફરજ પાલિકા સત્તાધીશોને પડી છે. માતરિયા તળાવમાં પાણીના સંગ્રહની વ્યવસ્થા ઉભી કરવામાં સત્તાધીશો નિષ્ફળ રહેતાં કેનાલ બંધ થાય ત્યારે દર વખતે પાણીની તંગી ઉભી થાય છે.
 
શહેરની 1.75 લાખની વસતિને પીવાનું પાણી આપવા માટે માતરિયા યોજના અમલમાં મુકવામાં આવી હતી પણ આ યોજના હજી સંપૂર્ણ રીતે કાર્યરત થઇ શકી નથી. અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી રોજના 4 કરોડ લીટર પાણી મેળવી તેનું શહેરમાં વિતરણ કરવામાં આવે છે. હાલ કેનાલને રીપેરિંગ માટે બંધ કરાઇ હોવાને કારણે શહેરમાં એક ટાઇમનો પાણી કાપ મુકવામાં આવ્યો છે. શહેરની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા બોર ચાલુ કરી 2 કરોડ લીટર પાણી મેળવાઇ રહયું છે.
 
 
મોટાભાગના વિસ્તારોમાં પાણી પુરતા પ્રેસરથી મળતું નહિ હોવાથી સવારે 4 વાગ્યે ઉઠી જવા છતાં ગૃહિણીઓ પાણીથી વંચિત રહી જાય છે. આવા સંજોગોમાં પાલિકા સત્તાધીશોએ 5 ટેન્કરોની મદદથી પુષ્પાબાગ, બળેલી ખો, બરકતવાડ, ખરાડીવાલ, એકતાનગર, રામનગર, ખરાડીવાડ, આલી સહિતના વિસ્તારોમાં પાણી આપવાનો પ્રયાસ કર્યો છે. માતરિયા તળાવમાં પાણીના સંગ્રહની વ્યવસ્થા નહિ હોવાને કારણે નર્મદા નદીના કિનારે વસેલા ભરૂચમાં ટેન્કરથી પાણી આપવું પડે તે કડવી વાસ્તવિકતા છે.
 
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...