અંકલેશ્વરમાં દેશી તમંચા સાથે યુ.પીના ઈસમની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: અંકલેશ્વર ગડખોલ ગામની શિવાંજલી સોસાયટી રહેતો અને મૂળ યુ.પી.નો ઈસમ દેશી તમંચો લઇ ફરતો હોવાની બાતમી આધારે શહેર પોલીસે તેને ઝડપી પાડયો છે. ઝડપાયેલ ઈસમને કોર્ટ માં રજુ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં તમાચો યુ.પી.નાજ શત્રુ નામનો ઈસમે આપ્યો હતો.અંકલેશ્વર શહેર પોલીસ મથકના સર્વેલન્સ મળેલી દેશી તમંચા સાથે પરપ્રાંતીય ઈસમ ફરી રહ્યો હોવાની બાતમી મળી હતી.
યુપીના શત્રુ નામના ઇસમની સંડોવણી બહાર આવી
સીટી પોલીસે બાતમીના આધારે ઘરે છાપો માર્યો
સર્વેલન્સ સ્કોવોડે ગડખોલ પાટીયા વિસ્તારમાં આવેલ શિવાંજલી સોસાયટીમાં રહેતા અને મૂળ યુ.પી.ના અમનસીંગ નરેદ્રસીંગ સીંગના ઘરે દરોડા પાડતા પાડ્યાં હતાં. જ્યાં અમનસીંગે પોલીસને જોઈ ભાગવાની કોશિષ કરી હતી. જેને ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડવામાં આવ્યો હતો. અને તેની પાસે દેશી બનાવટની તમંચો મળી આવ્યો હતો.
અંદાજીત 3 હજારની કિંમતના દેશી તમંચાને જપ્ત કરી પોલીસે અમનસીંગ નરેદ્રસીંગ સીંગ ધરપકડ કરી કોર્ટ માં રજુ કર્યો હતો. જ્યા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મજુર કર્યા હતાં. પ્રાથમિક પૂછપરછમાં અમનસીંગ પોલીસ સમક્ષ તેના મિત્ર અને મૂળ યુ.પી.ના શત્રુ નામના ઈસમે તેને તમાચો આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે શત્રુ નામના ઈસમને ઝડપી પાડવા માટેની કવાયત આરંભી હતી અને તમાચો કયા કારણ સર રાખ્યો હતો અને કોઈ ગુનાહિત કૃત્ય માં સંડોવણી છેકે કેમ તે અંગે વધુ તપાસ આરંભી હતી.
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...