તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેત્રંગના શીર ગામે ખેડૂતના મકાનમાં અજાણ્યા શખ્સોએ આગચંપી કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલીયા: નેત્રંગ નજીક આવેલાં શીર ગામમાં ખેડૂતના મકાનમાં અજાણ્યા ઇસમોએ આગચંપી કરતાં ખેતીના સાધનો તથા મકાન બળીને રાખ થઇ જતાં ખેડૂતને 2 લાખ રૂપિયા ઉપરાંતનું નુકશાન થયું છે. બનાવ સંદર્ભમાં માલિકે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા અને વાલીયા તાલુકાનાં શીર ગામના ખેડૂતના ખેતરમાં બનાવામાં આવેલ બે રૂમના પાક્કા મકાનમાં કોઈ અજાણ્યા ઇસમોએ વહેલી સવારે આગ લગાડી દીધી હતી.
ખેતીના સાધનો બળીને રાખ થઇ જતાં 2 લાખનું નુકશાન
ઘરમાં મુકેલ ખેતી ઓજારો,ખાતર,બિયારણ,ડ્રીપની નળીઓ,પીવીસી પાઇપ અને ડ્રીપના ફિલ્ટર વગેરે આગમાં બળીને રાખ થઈ ગયું હતું.પાક્કા ઘરમાં લાગેલ ભીષણ આગના કારણે દીવાલો ફાટી ગઈ હતી. હરિસંગ માનસંગભાઈ સોલંકીને વાલીયા તાલુકાનાં ભૂલેશ્વર અને શીર ગામે ખેતીની જમીનો આવેલ છે.જેમાં શીર ગામે સર્વે નંબર 96 વાળી જમીન 29 એકર છે.આ જમીન તેઓએ ચાર ખેડૂતો સાથે ભાગીદારીમાં લીધેલ છે.આ જમીનની દેખરેખ રાખવા દોલતપુર ગામે રહેતા હરેશભાઈ પટેલને ભાગે આપેલી છે. બનાવ સંદર્ભમાં મકાન માલિકે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. વાલીયા તથા નેત્રંગમાં ઘણા સમયથી ખેડૂતો પાસે ખંડણી માંગવાના તથા તેમને રંજાડવાના બનાવો વધી રહયાં હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો