ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : વાગરામાં 3 ઇચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ અને નર્મદા જિલ્લામાં છેલ્લા 13 વર્ષમાં અત્યંત નબળા રહેલા ચોમાસાની ખોટ પાછોતરો વરસાદ સરભર કરી રહ્યો છે. છેલ્લા 6 દિવસથી રોજ રાતે થઇ રહેલી મેઘમહેરનાં કારણે ખેડૂતો, પ્રજા અને તંત્રને ટાઢક વળવા સાથે તમામ ક્ષેત્રે પ્રાણ પુર્યા છે. રવિવારે સાંજે વિતેલા 24 કલાકમાં ભરૂચનાં 7 તાલુકામાં દોઢ થી 3 ઇંચ વરસાદ ખાબકી જતા સર્વત્ર ખુશાલી છવાઇ ગઇ હતી.
સતત વરસાદી માહોલનાં કારણે માર્ગો પર ઠેર ઠેર પાણીનો ભરાવો
ભાદરવા મહિનાની શરૂઆત સાથે જ બન્ને જિલ્લામાં સતત ચોથા વર્ષે પણ તોળાઇ રહેલી પાણીની સમસ્યાંની અછત પાછોતરા વરસાદે દૂર હડસેલી દીધી છે. પવર્તમાન વરસાદની મૌસમ પ્રારંભથી જ નબળી રહેતા ઓગસ્ટનાં અંત સુધીમાં ભરૂચ જિલ્લામાં છેલ્લા 13 વર્ષમાં અત્યાર સુધીનું સૌથી નબળુ ચોમાસુ પુરવાર થયુ હતું. સરેરાશ માત્ર 40 ટકા જ મૌસમનો કુલ વરસાદ વરસતા 60 ટકા ખાદ્યથી સ્થિતિ કપરી બની હતી. 6 દિવસથી ભાદરવો ભરપુર બનવા સાથે રોજ રાતથી મેઘરાજા બન્ને જિલ્લાનાં તમામ 14 તાલુકા ઉપર હેત વરસાવી રહ્યાં હોય ખેડૂતો સહિત પ્રજા અને તંત્ર પણ આભમાંથી વરસી રહેલા અમી જળને વધાવી રહી છે.
13 વર્ષનાં નબળા પુરવાર થયેલા ચોમાસામાં પ્રાણ ફૂંકતા તંત્રને ટાઢક

સૌથી વધુ વાગરા તાલુકામાં 3 ઇંચ અને હાંસોટમાં 2 ઇંચ વરસાદ ખાબકી જતા માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ થઇ ગયા છે. અંકલેશ્વરમાં પણ રવિવારે સાંજે 4 કલાક સુધીમાં 43 મિમી વરસાદ વરસી પડતા મુખ્ય માર્ગો પર હજી પણ ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાયેલા છે.ભરૂચ શહેર અને તાલુકામાં 34 મિમી વરસાદથી માર્ગો પાણીથી તરબોળ બનવા સાથે ભરાયેલા ખાબોચિયાનાં કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે. જંબુસરમાં 39 મિમી, આમોદમાં 35 મિમી, નેત્રંગમાં 34 મિમી, ઝઘડિયામાં 17, વાલિયામાં 13 મિમી વરસાદ નોંધાયો હતો.
અન્ય સમાચારો પણ છે...