તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં પુરપાટ ઝડપે જતી કારની ટકકરે બે વિદ્યાર્થીનીઓને ઇજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર: અંકલેશ્વરના બોરભાઠા- હસ્તી તળાવ રોડ પર વહેલી સવારે ટ્યૂશન જઈ રહેલી એક્ટીવા સવાર બે વિદ્યાર્થીનોઓને સ્વીફ્ટ કારના ચાલકે અડફેટમાં લેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ સંદર્ભમાં પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના હસ્તીતળાવ વિસ્તારમાં પુરપાટ ઝડપે જતી કારના ચાલકે એકટીવાને અડફેટમાં લેતાં બે છાત્રાઓને ઇજા પહોંચી હોવાની ઘટના ગુરૂવારે વહેલી સવારે બની હતી.
અકસ્માત બાદ કારનો ચાલક ફરાર થઇ ગયો

ઇજાગ્રસ્ત છાત્રાઓને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અકસ્માત બાદ કારનો ચાલક ફરાર થઇ ગયો હોવાથી તેને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. કારની ટકકરે એકટીવા મોપેડનો કચ્ચારઘાણ નીકળી ગયો હતો તથા આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં. પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંદાડા ગામમાં જલારામ સોસાયટીમાં રહેતી હેતલ પરેશભાઈ પટેલ પોતાની હેપ્પી નગર ખાતે રહેતી મિત્ર શેફાલી મનીષભાઈ પરમાર સાથે એક્ટીવા ઉપર સવારે પોણા સાત વાગ્યાના સુમારે અંકલેશ્વર ખાતે ટ્યૂશન ક્લાસે આવતી હતી.

આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો