તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતાં બે ઝડપાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: ભરૂચની જીએનએફસી કંપનીમાંથી એનિલીન નામનું કેમિકલ ભરી અમદાવાદ જવા નીકળેલા ટેન્કરને અંકલેશ્વર લઇ જઇ તેમાંથી કેમિકલ ચોરી કરવાના કૌભાંડ એલસીબી તથા જીઅાઇડીસી પોલીસે ઝડપી પાડયું છે. પોલીસે 16.78 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. ટેન્કરનો ચાલક ફરાર થઇ જતાં પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયાં છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
 
GNFCમાંથી એનીલીન અમદાવાદ મોકલાતું હતું
 
અંકલેશ્વરના કનોડીયા કેમિકલ જતાં રોડ પર ઉભા રહેતાં ટેન્કરોમાંથી કેમિકલ ચોરી થતી હોવાની માહિતી પોલીસને મળી હતી. એલસીબી તથા જીઆઇડીસી પોલીસે છાપો મારતાં એક ટેન્કર અને બોલેનો કાર નજરે પડી હતી. ટેન્કરમાંથી કેમિકલ કાઢી રહેલાં બે ઇસમોને પોલીસે ઝડપી લીધા હતાં જયારે ટેન્કરનો ડ્રાયવર ફરાર થઇ ગયો હતો. ઘટના સ્થળેથી ટેન્કરમાંથી કઢાયેલું કેમિકલ, ટેન્કર, મોબાઇલ ફોન, કાર મળી 16.78 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે.
 
કેમિકલ માફીયા રાજુ ભરવાડ, રહે ગોપલનગર અંકલેશ્વર અને જૈમિન મહેન્દ્ર પટેલ રહે વેણુધર સોસાયટી જલધારા ચોકડી અંકલેશ્વરની ધરપકડ કરી હતી. જયારે ટેન્કરનો ડ્રાઈવર છોટુ ઉર્ફે સોનુ ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસની તપાસમાં ભરૂચની જીએનએફસીમાંથી એનીલીન નામનું કેમિકલ ભરી ટેન્કર અમદાવાદ તરફ જવા નીકળ્યું હતું. પણ કેમિકલ માફીયાઓ સાથેની સાંઠગાઠમાં અંકલેશ્વર લઇ જવામાં આવ્યું હતું અને તેમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી હતી. કેમિકલ ચોરીમાં ફરાર આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે. પીઆઇ લલિત વાગડીયા અને આર.કે.ધુળિયાની ટીમે ઓપરેશન પાર પાડયું હતું.
 
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...