• Gujarati News
  • To Escape The Heat, Now Use Solar Helmet Latest News Ankleshwar

અંકલેશ્વર: ગરમીથી બચવા હવે સોલર હેલ્મેટનો ઉપયોગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો એક તરફ 44 ડીગ્રી આંબી ગયો હતો. ગરમીના કારણે ફેલાયેલા હિટ વેવથી બચવા અનેક લોકો અવનવા ઉપાયો કરતા હોય છે. જેમાં પીરામણ ગામના રહીશે નેટ પર સર્ચ કરી સોલર પેનલથી ચાલતું અનોખું હેલમેટ શોધી કાઢ્યું છે. સોલર પેનલથી ચાલતા હેલમેટના પંખાથી તેઓ હિટવેવ સામે રક્ષણ મેળવે છે.ગરમીનો પ્રકોપ રાજ્ય કે જિલ્લા પૂરતો સીમિત રહ્યો નથી. સમગ્ર દેશમાં ચાલી રહેલી હિટ વેવના કારણે જ્યાં મૃત્યુ આંક 757ને પાર કરી ગયો છે. હિટ વેવથી બચવા અને મગજ અને માથામાં ઠંડક મળે તે હેતુસર લોકો અવનવા ઉપાય કરતા હોય છે. આવું જ કંઈક અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના હોશંગ બાવાજી નામના અને ઓ.એન.જી.સી.માં કામ કરતા કર્મચારીએ કર્યું છે.
Paragraph Filter

- ગરમીથી બચવા હવે સોલર હેલ્મેટનો ઉપયોગ
- નેટ પર સર્ચ કરી 1,000ની કિંમતનું સોલર હેલ્મેટ શોધી કાઢી હીટ વેવ સામે રક્ષણ મેળવી રહ્યા છે
- પીરામણ ગામના શખ્સ માટે હેલ્મેટ બેવડી ગરજ સારે છે

ગરમીથી બચવા ટેકનોલોજીનો ઉપયોગ કરી નેટ પર સર્ચ કરી 1,000ની કિંમતનું સોલર હેલ્મેટ શોધી કાઢ્યું અને તેની ખરીદી કરી મંગાવ્યું હતું. જે પહેરી તેઓ હાલ માર્ગ પર જયારે નીકળે છે ત્યારે તેમના આ અનોખા હેલ્મેટને લઈ તમામ એકવાર તેમની તરફ જોવા મજબુર થઇ જાય છે. આ અંગે સોલર હેલ્મેટનો ઉપયોગ કરી રહેલા હોશંગ ભાઇએ જણાવ્યું હતું કે દિનપ્રતિદિન ગરમીનો પ્રોક વધી રહ્યો ચે . જેનાથી છુટકારો મેળવવાના પ્રયાસમાં નેટ પર સર્ફીંગ કરતા એક ખાનગી નેટ માકેર્ટીંગ કંપની દ્વારા વેચાણ થતું હોવાની માહિતીના આધારે તેની ખરીદી કરવામાં આવી હતી.

હેલ્મેટથી ગરમી અને અકસ્માત સામે રક્ષણ મળે છે, આ અંગે વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...