તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલિયા: ડહેલીના રહિશોની વિધાનસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાલિયા: વાલિયા તાલુકાના ડહેલી ગામની આસરે 7500ની વસ્તીનું મોટું ગામ છે. તેમને વર્ષોથી એક મોટી સમસ્યા છે ડહેલીથી કિમ નદી પાર કરી 3 કિમિ જેટલું ભિલોડ ગામને નેત્રંગ વાલિયા રોડ પર જોડતા રસ્તો અને કીમ નદીનો પુલ નહિ બનતા ગ્રામજનો અને ખેડૂતોની વર્ષોની માંગણી નહિ સંતોષાતા આખરે ડહેલી ગામના લોકોએ ચુંટણીમા મતદાન નહિ કરી બહિષ્કાર કરવાની ચીમકી ગ્રામજનોએ આપી છે.


ડહેલીથી ભિલોડ જવાના માર્ગને મોલાણ વગો કહેવાય છે. ગામનો અડધો ભાગ નદીના કિનારે છે વસ્તી દક્ષિણ બાજુ અને જમીન કીમ નદીને સામેપાર છે.ગામના ખેડૂતો અને ખેતમજૂરોને ચોમાસાની સીઝનમાં અને ત્યારબાદ બે મહિના સુધી નદીમાં પાણીનું વહેણ ચાલતું હોવાથી ખેતરે જવું દોજખ બની ગયું છે.1 કિલોમીટરથી પણ ઓછા અંતરે આવેલ ખેતરોએ જવા 8 કિલોમીટર ફરીને જવું પડે છે. વર્ષોથી ગ્રામજનોની માંગણી છે કીમ નદી પર નવો પુલ અને ડહેલી ગામથી નેત્રંગ વાલિયા ધોરીમાર્ગને ભિલોડ ગામના પાટીએ જોડતો રસ્તો મંજુર કરવામાં આવે તેવી માંગણી કરી છે વહેલી તકે આ સરકાર કઈ નહિ કરેતો ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય ગ્રામજનોએ કર્યો છે.


અનેક રજૂઆતો છતાં કામ નથી થયું


1947 થી દેશ આઝાદ થયો ત્યારથી આ ડહેલી ગામથી કિમનદીને સામે પાર ગંગનાથ મહાદેવ મંદિરથી ભિલોડ પાટીયે જતો રસ્તો ચોમાસા અને શિયાળામાં પુલ અને રસ્તો નહિ હોવાથી બંધ થઈ જાય છે.ખેડૂતો અને મજૂરોને ઘરે બેસી રહેવું પડે છે જોખમ કરી સામે જાય તો જીવ ગુમાવાનો વારો આવે છે. આખરે ત્રાસીને અમો ગ્રામજનો આ ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. - ડો. દિગ્વિજયસિંહ બી બોરસીયા, ડહેલી

 

તસવીરો: અતુલ પટેલ, નેત્રંગ

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

અન્ય સમાચારો પણ છે...