તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર: ફલેટમાંથી 1.28 લાખની ઘરફોડ ચોરી, તસ્કરો ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર: અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 પર આવેલી બેનુલ અમીન રેસીડન્સીમાં ફલેટની ખુલ્લી બારીમાંથી પ્રવેશી 1.28 લાખ રૂપિયા રોકડાની ચોરી થઇ છે. મકાન માલિકે કોમ્પ્લેક્ષમાં સફાઈ કરવા માટે આવતી મહિલા સામે શંકાની વ્યકત કરતાં પોલીસે શકમંદ તરીકે મહિલા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર નેશનલ હાઇવે નંબર 8 પર તાપી લોજ સામે આવેલાં બેનુલ અમીન રેસીડન્સી શોપિંગ કોમ્પ્લેકસના ફલેટ નંબર 308 માં રહેતા મૂળ યુ.પી.ના મિથિલેશ બ્રહ્મદેવ શ્રીકેરાલ પ્રસાદ તેમના પરિવાર સાથે રહે છે. તેમના ફલેટની ખુલ્લી બારીમાંથી કોઇએ અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી માંથી રોકડ રૂપિયા 1.28 લાખ તેમજ 550 રૂપિયાનું પરચુરણ અને ચૂંટણી કાર્ડ, તેમજ એ.ટી.એમ કાર્ડ ચોરી કરી હતી.કોમ્પ્લેકસ માં કામ કરવા આવતી નર્મદાબેન પ્રજાપતિ નામની મહિલા પર મકાન માલિકને શક જતાં તેમને તેની પૂછપરછ કરતા તેને તમે મારા પર ખોટો શક કરી આરોપ મુકો છે. તમને અહીં રહેવા નહીં દેવ તેવી ધમકી આપી ફરાર થઈ ગઇ હતી..આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે શકમંદ નર્મદાબેન પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો