તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ અને નર્મદામાં સાર્વત્રિક વરસાદ થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ - નર્મદા જિલ્લામાં મેઘરાજાની મહેર રહી હતી. રાત્રીના સમયે ભરૂચ શહેર જિલ્લામાં જોરદાર વરસાદ વરસ્યો હતો. જોકે દિવસભરમાં જિલ્લમાં વરસાદે વિરામ કર્યો હતો. જોકે રાત્રીના સમયે પુન: જોરદાર વરસાદે હાજરી આપી હતી. નર્મદા જિલ્લામાં દિવસ દરમિયાન સવાથી દોઢ ઇન્ચ જેટલો વરસ્યો હતો.
 
નાંદોદ-ગરૂડેશ્વર અને દેડિયાપાડામાં એક ઇંચથી વધુ વરસાદ : ભરૂચમાં માત્ર ઝાપટાં
 
ભરૂચ અને નર્મદા જિલ્લામાં મેઘરાજાએ ગઇકાલથી બીજો રાઉન્ડ શરૂ કર્યો હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં ગઇકાલે મંગળવારે રાત્રીના સમયે જોરદાર વરસાદ વરસતાં ચારેય તરફ પાણી જ પાણીનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત વાતાવરણમાંથી પણ ગરમી અને બફારો ગાયબ થઇ જઇ ઠંડક અનુભવાઇ રહી હતી. આજે બુધવારે ભરૂચ જિલ્લામાં દિવસ દરમિયાન માત્ર જંબુસર પંથકમાં જ 1 મીમી વરસાદ નોંધાયો હતો. જોકે રાત્રીના સમયે ભરૂચ શહેરમાં જોરદાર વરસાદ વરસ્યો હતો.

 નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જિલ્લામા સૌથી વધુ ગરુડેશ્વર તાલુકામા 41 મીમી જેટલો વરસાદ નોધાયો હતો. જ્યારે નાંદોદમાં 32 મીમી, ડેડીયાપાડામાં 36 મીમી, સાગબારામાં 14 મીમી, તિલકવાડામાં 33 મીમી જેટલો વરસાદ ખાબક્યો હતો જેને કારણે નાદી નાળામા પાણી ભરાયાં હતાં.
 
( તસવીર - પ્રવિણ પટવારી )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...