તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં નકલી જંતુનાશક દવા વેચવાનું કૌભાંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: અંકલેશ્વરમાંથી લોકલ ક્રાઇમ બ્રાંચે નકલી જંતુનાશક દવા વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં આવેલી કંપનીઓના નામનો ઉપયોગ કરી દવાઓનું વેચાણ થતું હોવાની ફરિયાદ મળતાં પોલીસે કાર્યવાહી કરી હતી. ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલી 31.68 લાખ રૂપિયાની દવાનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે.
 
મહારાષ્ટ્ર અને હરિયાણાની કંપનીની ડુપ્લીકેટ દવાઓ મળી
 
પોલીસ સુત્રીય માહિતી અનુસાર મહારાષ્ટ્રના અંબરનાથ ખાતે રહેતાં મંગલ પાંડેએ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલાં પ્લોટ નંબર સી-5510 તેમજ 5511માં કાપોદરાની વૈભવ પાર્ક સોસાયટીમાં રહેતાં કિશોર જગન્નાથ પટેલ સીનજેટા અને ડુપોન્ટ કંપનીની ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવી ખેડૂતોને વેચાણ કરે છે તેવી ફરિયાદ ભરૂચ એલસીબીને કરી હતી.  એસપી સંદિપસિંગના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ લલિત વાગડીયા અને પીએસઆઇ એન.એમ.આહીરે ટીમ સાથે બંને ગોડાઉન પર છાપો માર્યો હતો.

ગોડાઉનમાંથી કિશોર જગન્નાથ પટેલ અને અંકલેશ્વરના શીલા એપાર્ટમેન્ટના 201 નંબરના ફલેટમાં રહેતાં અશોક જગન્નાથ પટેલ મળી આવ્યાં હતાં. ગોડાઉનની તપાસ કરતાં તેમાંથી પોલો, એકસ્ટ્રા, મોનો, રીજન્ટ તથા અલગ અલગ નામોની જંતુનાશક દવાના બિલો મળી આવ્યાં હતાં.  અા દવાઓના વેચાણ સંદર્ભમાં બંને વ્યકતિઓ પાસે લાયસન્સ માંગવામાં આવતાં તેઓ રજૂ કરી શકયાં ન હતાં. સીજેન્ટા અને ડુપોન્ટ કંપનીની નકલી દવાઓનો 31.68 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. બંને કંપનીઓની નકલી દવા બનાવી ખેડૂતોને વેચાણ કરી કંપનીઓના નામો લખી કોપીરાઇટ કરી કંપનીના ભાવ કરતાં ઓછા ભાવે દવાઓ વેચાતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મંગલ પાંડેની ફરિયાદને આધારે કિશોર જગન્નાથ પટેલ અને અશોક જગન્નાથ પટેલ વિરૂધ્ધ ગુનો
નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
 
માર્કર પેનથી દવાઓના નામ લખાતા હતાં

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી ડુપ્લીકેટ જંતુનાશક દવા વેચતા બે આરોપીને ઝડપી લેવાયાં છે. તેઓ મુંબઇ અને પુનાથી દવા લાવી તેનું પેકિંગ કરી ખેડૂતોને વેચાણ કરતા હોવાની વિગતો બહાર આવી છે. દવાઓના પાઉચ અને બોટલો પર માર્કર પેનથી નામ લખાતા હોવાનું બહાર આવ્યું છે. વધુ તપાસ ચાલી રહી છે. - લલિત વાગડીયા, પીઆઇ, એલસીબી, ભરૂચ
 
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...


અન્ય સમાચારો પણ છે...