25મી ઓગસ્ટે દહેજમાં રસ્તા રોકો આંદોલન, 44 ગામના ખેડૂતો ઉમટી પડશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 25મી ઓગસ્ટે દહેજમાં રસ્તા રોકો આંદોલન
- આંદોલનમાં 44 ગામના ખેડૂતો પોતાના કુટુંબની મહિલાઓ અને બાળકો સહિત ઉમટી પડશે
- પીપલીયા ગામે મળેલી કારોબારી મિટિંગમાં આખરી શ્વાસ સુધી લડત આપવા ખેડૂતો મક્કમ

વાગરા: વાગરાના પીપલીયા ગામે ખેડૂત હિત રક્ષક દળ દ્વારા પીસીપીઆઈઆરડીએમાં આવતી સૂચિત નગર રચનાનો વિરોધ કરવા બાબતે કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાગરા અને ભરૂચ તાલુકાના 44 ગામોમાંથી અનેક ખેડૂતો અને આગેવાનો હાજર રહ્યા હતાં. કારોબારી મિટિંગની શરૂઆતમાં સ્વર્ગવાસ થયેલ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતના મિસાઈલમેન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યાર બાદ મિટિંગમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

નગર રચના મુદ્દે વાગરા તેમજ ભરૂચ તાલુકાના 44 ગામના સેંકડો ખેડૂતો દોઢ વર્ષ કરતા વધુ સમયથી વિવિધ કાર્યક્રમો આપી આંદોલન ચલાવી રહ્યા છે પરંતુ સરકારના પેટનું પાણી નહીં હાલતા વહીવટી તંત્ર પર દબાણ વધારવા તેમજ પોતાને થતા અન્યાયને રોકવા આક્રમક વલણ અખત્યાર કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તા. 25મી ઓગસ્ટના રોજ ભરૂચ દહેજ માર્ગ પર આવેલ નવેઠા ગામે રસ્તા રોકો આંદોલન થકી ચક્કાજામ કરવાનો મક્કમ નિર્ધાર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે.

રસ્તા રોકો આંદોલનમાં દહેજ ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં જતા આવતા વાહનોને અટકાવીને તંત્ર સુધી પોતાના અવાજને પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરાશે. કારોબારી મિટિંગમાં ખેડૂતો પ્રત્યે સરકારના ઉદાસીન વલણને પગલે જગતના તાતમાં હાથ ધરાશે.ભભૂકતો ઉગ્ર આક્રોશ સ્પષ્ટ નજરે પડતો હતો. રસ્તા રોકો આંદોલનમાં 44 ગામના ખેડૂતો પોતાના કુટુંબની મહિલાઓ અને બાળકો સહિત ઉમટી પડશેનો પાકો નિર્ધાર વ્યકત કર્યો હતો. આ ઉપરાંત સુચિત નગર રચના વિરુદ્ધ ઉચ્ચ ન્યાયાલયમાં આવનાર સસમયમાં પિટીશન દાખલ કરવા બાબત તેમજ લેન્ડ લૂઝર્સ અને શિક્ષિત બેરોજગાર યુવકોને કંપનીઓમાં રોજગારી આપવા બાબતે ખાસ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

સરકાર વિરૂદ્ધ ઉગ્ર આક્રોશ સાથે ભારે નારાજગી પર્વતી રહી છે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...