તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટાર પ્રચારકો ઉમેદવારનું નામ બોલશે તો સભાનો ખર્ચ ઉમેદવારના ખાતામાં જશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ: ભરૂચ અને નર્મદામાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે અને સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહયાં છે. સ્ટાર પ્રચારક સભા દરમિયાન ઉમેદવારનું નામ બોલે અથવા ઉમેદવારની સ્ટેજ પર હાજરી હોય ત્યારે સભાનો તમામ ખર્ચ ઉમેદવારના ખાતામાં ગણાશે. રવિવારે ભાજપના સ્ટાર પ્રચારકોની સભામાં ઉમેદવારનું નામ બોલવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવી છે.


વિધાનસભાની ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો અમલ ચાલી રહયો છે. ચૂંટણીપંચે ઉમેદવારને 27 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છૂટ આપી છે અને ચૂંટણી દરમિયાન થનારા ખર્ચની તમામ વિગતો ચૂંટણી અધિકારીને આપવાની હોય છે. પ્રથમ તબકકાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત બાદ હવે પ્રચારકાર્ય પુરજોશમાં ચાલી રહયું છે.


ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં સભાઓ ગજવશે. સ્ટાર પ્રચારકોની સભા દરમિયાન પ્રચારક સ્ટેજ પરથી ઉમેદવારને જીતાડવાની અપીલ કરી શકશે નહિ અને જો કરશે તો સભાનો તમામ ખર્ચ ઉમેદવારના ખાતામાં ગણાશે. તેવી જ રીતે ઉમેદવારની સ્ટેજ પર હાજરી હશે તો પણ ખર્ચ ઉમેદવારના ખાતામાં ગણી લેવાશે. ભરૂચ જિલ્લામાં રવિવારે ભાજપના સ્ટાર પ્રચારકોની સભા યોજાઇ હતી જેમાં સ્ટેજ પરથી ઉમેદવારના નામ બોલવામાં આવ્યાં હોવાની વિગતો સપાટી પર આવી છે.

અન્ય સમાચારો પણ છે...