તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર GIDCમાં સ્કુલના છાત્રોએ ક્લીનાથોન યોજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: અંકલેશ્વર ઉદ્યોગ મંડળ,યુવા મિત્ર મંડળ તેમજ જેસીઆઈ સહિત 15 જેટલી શાળાના સહયોગથી જીઆઈડીસીમાં ક્લિનાથોનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યા વિદ્યાર્થીઓ ભાગ લઇ સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો અને શાળા તેમજ વિવિધ વિસ્તારમાં સફાઈ કરી હતી. દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહયું છે જે અંતર્ગત લોકોને સફાઇ માટે જાગૃત કરવામાં આવી રહયાં છે. લોકોમાં જાગૃતિ હશે તો જ આપણે દેશને સ્વચ્છ અને સુંદર બનાવી શકીશું. અંકલેશ્વરમાં શાળાઓ તથા સંસ્થાઓએ ભેગા મળી જનજાગૃતિ માટે કલીનાથોનનું આયોજન કર્યું હતું.
બાળકોએ ગંદકી નહિ ફેલાવવા માટે શપથ લીધાં, સફાઇ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ,યુવા મિત્ર મંડળ તેમજ જેસીઆઈ સહિત 15 જેટલી શાળાના સહયોગથી જીઆઈડીસીમાં ક્લિનાથોન યોજવામાં આવી હતી આ પ્રસંગે ઉદ્યોગ મંડળના પ્રમુખ ચંદ્રેશ દેવાણી,સેક્રેટરી મહેશ પટેલ,યુવા મિત્ર મંડળના સુરેશ જોષી સહિત શાળાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. જનજાગૃતતા અર્થે યોજાયેલ ક્લિનાથોનમાં કચરો ડસ્ટબીનમાં નાખવા અને ગમે ત્યાં પાન માવા ખાઈ થુકીને ગંદકીન કરવા સંદર્ભે નાટક રજૂ કરવામાં આવ્યું હતુ. જ્યારે શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ જાહેર માર્ગો પરનો કચરો સાફ કરીને લોકોને સ્વચ્છતા અંગેનો સંદેશો પાઠવ્યો હતો.આ પ્રસંગને ગંદકી ન કરવા અને કચરો ગમે ત્યાં ન નાખવા માટેના શપથ પણ લીધા હતા.
( તસવીર -હર્સદ મિસ્ત્રી )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ....
અન્ય સમાચારો પણ છે...