તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં ગાજવીજ સાથે મેઘમહેર, ગુરુપૂર્ણિમા પર મેઘો થયો મહેરબાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ: ભરૂચમાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ પડ્યો ન હતો પરંતુ આજે સવારે ગુરુપૂર્ણિમાની વહેલી સવારથી જ ભરૂચ શહેર અને જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા હતા. મૌસમમાં પહેલી વખત ગાજવીજ સાથે મેઘમહેર શરૂ થઇ હતી. વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદે વરસવાનું ચાલુ રાખતા ગરમીનો મહત્તમ પારો 4 ડિગ્રી ગગડી 27 ડિગ્રી નોંધાયો હતો.
ખેડૂતોને બિયારણ નિષ્ફળ જવાની ભીતિ
જુલાઇનો અંત આવવા છતા ભરૂચ શહેર અને જિલ્લામાં ચોમાસાની જમાવટ નહીં થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ખેતીલાયક વરસાદ નહીં વરસતા વાવણી કરી બેસેલા ખેડૂતોને બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે. જયારે વાવણી નહીં કરનાર ખેડૂતો વાવણી લાયક વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહ્યાં છે.
લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું
ગુરુપૂર્ણિમાનાં દિવસે વહેલી સવારથી જ શહેર અને જિલ્લામાં ચોમાસાનો માહોલ જામ્યો હતો. વાદળોની ગડગડાટ સાથે ધીમી ધારે મેઘરાજાએ વરસવાનું શરૂ કરી દેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગરમીનો પારો 24 કલાકમાં જ ગગડીને મંગળવારે બપોરે 3 કલાકે 27 ડિગ્રી નોંધાયો હતો. જયારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાતા બન્ને વચ્ચે માત્ર 2 ડિગ્રીનો જ તફાવત જોવા મળ્યો હતો.
વાહનચાલકોને ધીમી ગતિએ પસાર થવા મેઘરાજાએ મજબૂર કર્યા
ધીમી ધારે વરસી રહેલા વરસાદનાં કારણે માર્ગો પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. શહેરનાં સ્ટેશન રોડ, શક્તિનાથ સર્કલ, કસક ગરનાળા સહિતનાં વિસ્તારમાં વરસતા વરસાદ વચ્ચે પાણીનાં ખાબોચિયાઓ ભરાતા વાહનચાલકોને ધીમી ગતિએ પસાર થવા મેઘરાજાએ મજબૂર કરી દીધા હતા. બપોરે 3 કલાક સુધીમાં ભરૂચ તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
આગળ ક્લિક કરો અને જુઓ વરસાદની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો