PMના જન્મદિવસની ઉજવણી, ભરૂચ- અંકલેશ્વરમાં વિવિધ કાર્યક્રમોનું અાયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 67મા જન્મદિવસની ભરૂચમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય સહિતના આગેવાનોએ દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી હતી અને વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી દિવ્યાંગ બાળકો માટેની કલરવ સ્કુલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચમાં વડાપ્રધાન મોદીના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરાઇ

ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ આર.વી.પટેલ સહિત મારૂતિસિંહ અટોદરીયા, દિવ્યેશ પટેલ, મહેન્દ્ર કંસારા, ખુમાનસિંહ વાંસીયા, ધનજી ગોહીલ, ભરત શાહ સહિતના આગેવાનોએ શાળાના બાળકો સાથે કેક કાપી હતી. શાળાના સંચાલક નીલાબેન મોદી તથા અન્ય સ્ટાફ પણ હાજર રહયો હતો.નરેન્દ્ર મોદીના ફોટા સહિતની કેક તૈયાર કરવામાં આવી હતી અને કેકથી મો મીઠુ કરાવવામાં આવ્યું હતું. બાળકોએ તેમની આગવી શૈલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી હતી. વડાપ્રધાનના દીર્ધાયુ માટે પ્રાર્થના કરાઇ હતી.
આગળ વાંચો, અંકલેશ્વરમાં ડિજિટલ ઇન્ડિયા અંગે છાત્રોને માર્ગદર્શન અપાયું
અન્ય સમાચારો પણ છે...