તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરઃ વૃક્ષ વાવો દેશ બચાવોની થીમ આધારિત ગણેશા આકર્ષણનું કેન્દ્ર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરઃ દિવ્ય ભાસ્કર ની એક વૃક્ષ એક જીવન અભિયાનને દેશમાં બહોળો પ્રતિસાદ મળતા લાખો લોકો લાખો વૃક્ષોનું વાવેતર કર્યું છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ સૂર્યદીપ કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી બાળકોએ એક વૃક્ષ એક જીવન થી પ્રેરણા લઇ "વૃક્ષ વાવો દેશ બચાવો" થીમ ઉભી કરી ગણેશ ઉત્સવનો નવતર અભિગમ અપનાવ્યો છે. જે આવતા ગણેશ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ઇકો ફ્રેન્ડલી ગણેશજી સ્થાપના કરી પર્ણ કુટીર અને પોસ્ટર લાગવી લોકો વૃક્ષારોપણ કરવા હાંકલ કરી
ગણેશ ઉત્સવની હાલ ધૂમ મચી છે. ત્યાં ઉત્સવ સાથે લોકો જનજગૃતિ અને આજના ગંભીર વિષય પર લોકો હાકલ કરવા માટે જાગૃત નાગરિકો દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યા છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ સૂર્યદીપ કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં બાળકો દ્વારા ગણેશ ઉત્સવને નવતર અને અનોખી રીતે ઉજવાનું નક્કી કર્યું હતું જે તેવો સોસાયટી ના પ્રમુખ મકરંદ દિગરાજકર અને સેક્રેટરી રજનીભાઈ માદરીયા અને સોસાયટી મેમ્બરો સમક્ષ મુક્ત તેમને બાળકોના આ અભિગમને સહર્ષ સ્વીકારી ગણેશ ઉત્સવને થીમ આધારિત બનાવી " વૃક્ષ વાવો દેશ બચાવો" થીમ ઉભી કરી હતી જેમાં ઇવાસુ, માહીન, ધેય, ઉત્કર્ષ,ભાવિ, હર્ષિત, શશાંક, અને ધ્રુવ, બાળકો ઇકો ફ્રેન્ડલી ગણેશજી ની સ્થાપન કરી હતી અને તેના પર વૃક્ષ આધારિત પર્ણ કુટિર ઉભી કરી હતી. તેમજ મંડળમાં વૃક્ષ વાવવા અંગે ના વિવિધ પોસ્ટરો બનાવી તેની સજાવટ કરી હતી. નવતર અભિગમ સાથે ઉભી કરવામાં આવેલ પર્યાવરણ જાણવાની માટે ની વૃક્ષ વાવો દેશ બચાવોને અભિગમને દર્શનાર્થે આવતા શ્રીજી ભક્તો અપનાવી બાળકો આ અભિગમમેં વધાવી લીધો છે.
બાળકો થીમ ઉભી કરી જેને સોસાયટી સભ્યો સપોર્ટ કર્યો છે

દિવ્યભાસ્કર ની એક વૃક્ષ એક જીવન પરથી પ્રેરણા લઇ બાળકોએ વૃક્ષ વાવો દેશ બચાવોની થીમ ઉભી કરી છે. જે થીમ ઉભી કરવા માટે સોસાયટી ના તમામ સભ્યો એ ટેકો આપી બાળકો ના આ પ્રયત્ન આવકાર્યો છે. અને તેમના આ ઉમદા પ્રયત્નને ખરેખર અપનાવે તો દેશમાં હરિત ક્રાંતિ થાય એ વાત ચોક્કસ છે. -ધરતી તન્ના,રહીશ, સૂર્યદીપ કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી
બસ અમને વિચાર આવ્યો અને તમામ મિત્રોએ ભેગા મળી આ થીમ ઉભી કરી છે

ગ્લોબલ વોર્મિગ અસરો અંગે અમે વાંચી રહ્યા છે. લોકો દ્વારા અપીલ કરી રહ્યા છે. આગામી સદીમાં જો વૃક્ષો નહિ રહે તો જીવન પણ નહિ રહેશે જો આપણે વૃક્ષ નહિ વાવીએ અને તેનું જતન નહિ કરીયે તો મોટી અસર ઉભી થશે બસ આજ વિચાર સાથે અમે સોસાયટી ના તમામ બાળકોએ આ થીમ ઉભી કરી છે. - ભાવિ તન્ના,રહીશ, સૂર્યદીપ કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો