ડેડિયાપાડાના હાટ બજારમાં કિડિયારૂં ઉભરાયુ, લોકોએ હોળીની મનભરીને કરી ખરીદી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેડિયાપાડાઃ તાલુકા મથકે યોજાતા ગુરૂવારી બજારમાં લોકો ખરીદી માટે પડાપડી કરતા હોય છે. સામાન્ય દિવસોમાં પણ અઠવાડિયાની સામગ્રી મોટાભાગે આ હાટ બજારમાંથી જ કરી લેતા હોય છે. ત્યારે હોળી પૂર્વે ભરાયેલા છેલ્લા હાટ બજારમાં તાલુકાભરમાંથી લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા. માહોલ જોતા જાણે કિડિયારૂં ઊભરાયું હોય તેવું લોગી રહ્યું હતું.
 
 
આદિવાસી વિસ્તારોમાં હાટ બજાર ખૂબ મહત્વ ધરાવતું હોય છે. ખાસ કરીને તહેવાર ટાણે લોકો મોટાપાયે ખરીદી કરતા હોય છે. હોળીનું પર્વ આદિવાસી લોકો માટે ખાસ મહત્વનું રહે છે. ત્યારે આજે ગુરૂવારે ડેડિયાપાડા ખાતે ભરાયેલા હાટ બજારમાં તાલુકાભરમાંથી લોકો ખરીદી અર્થે ઉમટી પડ્યા હતા. હોળી તહેવાર પૂર્વેનો છેલ્લો ગુરૂવાર હોવાથી લોકોએ મનભરીને ખરીદી કરી હતી. ગુરૂવારી બજારમાં લોકોની ભીડથી જાણે કિડિયારૂં ઉભરાયું હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. મોટા પાયે ખરીદી થતાં વેપારીઓને પણ ગુરૂવાર ફળ્યો હતો. 
 
 
તાલુકા મથકે ખરીદી માટે ગામડાઓમાંથી લોકો આવતા હોવાથી કોઈ લેભાગૂ તત્વો લાભ લઈ ન જાય તે માટે સ્થાનિક પોલીસ દ્વારા પણ પુરતી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. ખાસ કરીને ખીસ્સા કાતરૂ તત્વો આવા બજારમાં લાભ લેતા હોય છે. જોકે કોઈ અનિચ્છિનિય બનાવ નોંધાયો નહોતો.
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...