તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરની શાળામાં પેવર બ્લોકો ઢગલાં, વિદ્યાર્થીઓને હાલાકી છતાં પાલિકાનું મૌન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર: અંકલેશ્વરની નોબરીયા પ્રાથમિક શાળાના મેદાનમાં પાલિકાએ પેવર બ્લોકનો ઢગલો કરી દેતાં છાત્રોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.

અન્ય સ્થળોએથી ઉખાડીને શાળામાં નાંખી દેવાયા

નોબરીયા પ્રાથમિક શાળા મેદાનમાં પાલિકા તંત્ર દ્વારા લાખોની સંખ્યામાં બ્લોક જે અન્ય જગ્યાએથી નીકળ્યા છે તેનું ડમ્પિંગ કરવામાં આવી રહ્યું છે. આ ડમ્પિંગ ત્યાં જુના બ્લોક બેસાડવા માટે થઇ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. એક તરફ વિવિધ સ્થળે માંડ 2 વર્ષ અંદર બેસાડેલા બ્લોક ઉખાડી કાઢી નવા બ્લોક બેસાડવા આવે છે.શાળા જેમાં હજારો બાળકો અભ્યાસ કરે છે ત્યાં આ બ્લોક બેસાડવાનું તથ્ય સમજાતું નથી એટલુજ નહિ આ બ્લોક ખડકલાને લઇ અહીં ઝેરી અને બિન ઝેરી સર્પો છેલ્લા 2 મહિના 3 વાર પકડાયાં છે.

વિદ્યાર્થીઓના રમવા માટે કે ઈતર પ્રવુતિ માટે ગ્રાઉન્ડમાં અવરોધ ઉભા થઇ રહ્યા છે. આ ઉપરાંત અહીં 2 વાર સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં ઉચ્ચ અધિકારી પણ આવ્યા હતા છતાં તેમના આંખ આડા કાન ની નીતિને લઇ બાળકો રમત ગમત મેદાન પણ છીનવાઈ રહ્યું છે. થોડાજ દિવસ ફરી અહીં શાળા પ્રવેશ ઉત્સવ યોજવામાં આવશે.બાળકોની સુવિધા માટે ઝડપથી પેવર બ્લોક ઉઠાવી લેવામાં આવે તે જરૂરી છે.
 
(તસવીરો: હર્ષદ મિસ્ત્રી, અંકલેશ્વર)
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...