અંકલેશ્વર: અંકલેશ્વરના ઉમાભવન નજીક ગટરનું ચેમ્બર ઉભરાતા ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફરી વર્યું હતું. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગ વાહનોની અવર જવરથી ધમધમતો રહે છે ત્યારે ગંદા પાણીના લીધે રોડ પર ખાડો પડી જતા અકસ્માતની ભીતિ સેવાય રહી છે. જે મુદ્દે એનસીપી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અટકેલ ત્રાફિક જામ શહેર પોલીસ દોડી આવી દૂર કરતા પુનઃ વાહન વ્યવહાર ધમધમતો થયો હતો.
રોડ પર બેસી જતા બંને તરફનો વાહન વ્યવહાર અટકાવ્યો : શહેર પોલીસ ઘટના સ્થળે દોડી આવી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાયોઅંકલેશ્વર જુના નેશનલ હાઇવે પર ઉમાભવન પાસે છેલ્લા 8 મહીના થી ગટરનું દુષિત પાણી ઉભરાય રહ્યું છે. તેમજ વરસાદી પાણી રોડ પર ભરાતાં અહીંથી પસાર થતા વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય માર્ગ હોવાથી અસંખ્ય નાના મોટા વાહનો પસાર થાય છે ત્યારે ખાડો પડી જતા પાણીમાં વાહનચાલકોને ખાડો નહિ દેખાતા વાહનો ગરકાવ થઇ રહ્યા છે. વારંવાર પાલિકા તેમજ માર્ગ અને મકાન વિભાગ રજુઆત કરવા છતાં કોઈ નિવારદો નહિ આવતા અંકલેશ્વર એનસીપીએ ઉમાભવન પાસે સ્થળપર દોડી આવી ચક્કાજામ કર્યો હતો અને રોડ પર બેસી જઈ બંને તરફનો ત્રાફિક અટકાવી દીધો હતો જેને લઇ વાહનો કતાર જામી જવા પામી હતી. શહેર પોલીસ મથકે જાણ થતા પોલીસ કુમક ઘટના સ્થળે દોડી હતી એનસીપી કાર્યકરો રોડ પરથી હટાવી ફરી માર્ગ ખુલ્લો કર્યો હતો.
વારંવાર રજુઆત કરવા છતાં કોઈજ નિરાકરણ આવ્યું નથીઉમા ભવન ડ્રેનેજ પાણી ઉભરાય રહ્યું છે. તેમજ એને લઇ રોડ પર ખાડો પડી ગયો છે નગરપાલિકા અનેક વાર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા આજે ચક્કાજામ કર્યું છે. હજી પણ નિરાકરણ નહિ કરે તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.- ડી.સી.સોલંકી, પ્રમુખ, જિલ્લા એન.સી.પી
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...